Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મેડીકલ ફેકલ્ટીમાં ભાજપના ડો. કોઠારી જુથનો જયજયકારઃ ત્રણેય બેઠકો ઉપર કેસરીયો વિજય

ફર્સ્ટ એમબીબીએસમાં ટાઇ થતા ચીઠ્ઠી નાખતા ડો. મીતલ પટલ, અને ડો. વર્ષા જોષી તેમજ સેન્કડ એમબીબીએસમાં ડો. ગૌરવી ધ્રુવનો ૮ મતે વિજય

રાજકોટ તા.૧૭ : મેડીકલ ફેકલ્ટીમાં પ્રભુત્વ જાળવવા કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા અને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા સભ્ય ડો. ભાવીન કોઠારી વચ્ચે ભારે ઘર્ષણ ચાલે છે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા સંઘ માન્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારવા ડો. કોઠારીએ ભાજપનું સમર્થન મેળવ્યું છ.ે સંઘના આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સંઘ કદી કોઇનો વિરોધ કરતુ નથી ચૂંટણીમાં સ્વતંત્ર રીતે ઉમેદવારો લડે છ.ે

છેલ્લા પાંચ દિવસના સખત પ્રચાર અને મતદારોને મનાવવાના પ્રયાસો બાદ આજે યુનિવર્સિટી ખાતે ચૂંટણી યોજાઇ હતી જેના ફર્સ્ટ એમબીબીએસ બોર્ડ  ડો. ભાવીન કોઠારી પેનલ અને ડો. ડોડીયાની પેનલના ઉમેદવારોને ત્રણ-ત્રણ મત મળતા ટાઇ થઇ હતી.

ફર્સ્ટ એમબીબીએસમાં બન્ને પ્રતિસ્પર્ધિને સરખા મતો મળતા ચીઠ્ઠી ખેંચાઇ હતી જેમાં ડો. ભાવીન કોઠારી જુથના ડો. મીતલભાઇ પટેલ ચેરમેન અને અધરધેન ચેરમેન તરીકે ડો. વર્ષાબેન જોશી ચૂ઼ટાઇ આવ્યા.

જયારે સેન્ડ એમબીબીએસમાં ભાજપ ડો. ભાવીન કોઠારી, ડો. વિજય દેશાણી અને ડો. અમીત હપાણી સમર્થન ડો. ગૌરવીબેન ધ્રુવને કુલ ૧૦માંથી ૮ મતો મળતા જયજયકાર થયો હતો જયારે ડો. ગૌરવીવતી ધ્રુવના હરીફ ડો. અનીલસિંહાને માત્ર ર મતો મળ્યા હતા.

અન્ય બોર્ડ  જઇએ ફોર્મ એમબીબીએસ તેમજ સ્પેશ્યલ બોર્ડની ચુંટણી બપોર બાદ (૬.૨૩)

(4:19 pm IST)