Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

જય જય પરશુરામ... કાલે શોભાયાત્રા નિકળશે

પરશુરામદાદાનો રથ, ગાયત્રીયજ્ઞનો રથ, ક્રાંતિકારીઓના રથ આકર્ષણ જમાવશેઃ પંચનાથ મંદીરેથી પ્રારંભ, વિવિધ માર્ગો ઉપર ફરી પરશુરામધામ ખાતે સમાપનઃ મહાઆરતી-મહાપ્રસાદનું પણ આયોજન

 રાજકોટઃ તા.૧૭, ભગવાન શ્રી વિષ્ણુના છઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્યાતીભવ્ય રીતે ભગવાન શ્રી પરશુરામદાદાની મુર્તીનું સ્થાપન ત્રિકોણબાગ ખાતે કરવામાં આવેલ હતું. દરરોજ  અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવેલ હતા. દરમિયાન આવતીકાલે ૧૮મીના બુધવારે ભગવાનશ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર કરવામાં  ભગવાનશ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવણી માટે ભવ્યાતીભવ્ય શોભાયાત્રાનો આવતીકાલે સાંજના ૪ કલાકે શ્રી પંચનાથ મહાદેવ મંદીરેથી પ્રારંભ કરવામાં આવશે.

 ત્રિકોણબાગ, ગસ્ફોર્ડ ટોકીઝ, માલવીયા ચોક, ડો. યાજ્ઞિક રોડ, ઇજનેર કચેરી, સ્વામી વિવેકાનંદ પ્રતિમા, જાગનાથ પોલીસ ચોકી, સર્વેશ્વર ચોક, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, આમ્રપાલી રોડ, હનુમાનમઢી ચોક, બ્રહ્મ સમાજ ચોક, રૈયા ચોકડી, રૈયા રોડ, રૈયા ગામથી વેજાગામ રોડ, પરશુરામ ધામ ખાતે ૭:૩૦ કલાકે પુર્ણ થશે. જયાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

 શોભાયાત્રામાં પરશુરામ દાદાનો રથ, ગાયત્રી યજ્ઞનો રથ, વિવિધ ક્રાંતિકારીઓની ઝાંખીનું પ્રદર્શન કરતા ફલોટ્સ તેમજ ઋષીમુનિઓ દ્વારા ચાલી આવતી પ્રાચીન પરંપરાના ફલોટ્સ તથા ડી.જે. રથ તથા એક હજાર બાઇકો તથા ૫૦૦ ફોર વ્હીલર સાથે ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા નિકળશે. આયોજનને સફળ બનાવવા પરશુરામ જન્મોત્સવ સમિતિના સભ્યો સર્વેશ્રી ભરતભાઇ ઓઝા, મનીષભાઇ જોશી, કશ્યપભાઇ ભટ્ટ, મિલનભાઇ જોશી, મોહિતભાઇ ઉપાધ્યાય, જેન્તીભાઇ ત્રિવેદી, જીજ્ઞેશભાઇ દવે, પ્રતિકભાઇ બલભદ્ર, દિવ્યેશભાઇ જોશી, ચેતન જોશી, ઉમંગ ભટ્ટ, દીપ વ્યાસ, પ્રણવ વ્યાસ, પ્રશાંત રાજયગુરૂ, મિહિર પુરોહિત, વિશાલ પાંડે, ધર્મેશ જોશી, હર્ષ જોશી, જતીન મહેતા, ઇન્દ્ર પંડયા, ધૈર્ય ઉપાધ્યાય, રીતીન પંડયા, મંયકભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ  ઉપાધ્યાય, અંકિતભાઇ ઉપાધ્યાય, આશીતભાઇ જોશી, પ્રતીકભાઇ પંડયા, વિમલભાઇ દવે, રાજાભાઇ ભટ્ટ, મેહુલભાઇ જોશી, ચિંતન વ્યાસ, જયજાની, ગૌરવ જોશી, રાજુભાઇ જોશી (સોલવંટ),  કશ્યપભાઇ ઠાકર, મોહિતભાઇ ઠાકર, જીતેનભાઇ ઠાકર, ચિત્રાંકભાઇ વ્યાસ, આશિકભાઇ વ્યાસ, વિરલભાઇ ભટ્ટ, ધનંજયભાઇ દવે  તેમજ મહિલા સમિતિના કિરણબેન જોશી,  હિરલબેન બલભદ્ર, માહિ પંડયા, ગુંજન દવે તૃપ્તી ત્રિવેદી, રૂચિતા જોશી, બીનલ જાની, શિવાની વ્યાસ, દિપાલીબેન વ્યાસ, હિરલ સોનપરા, અલ્પા જોશી, જીજ્ઞાબેન જાની, તોરલ જોશી,  પાયલ મહેતા, જાનકી રતેસ્વર, ઉર્વશી રતેસ્વર, ક્રિષ્ના રાવલ, પ્રગતિ રાવલ, ડોલી ચંદ્રા વિ. જહેમત ઉઠાવી રહયા છે. (૪૦.૧૦)

(4:17 pm IST)
  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • BSFના દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન કચ્છનાં લખપતવારી ક્રીક વિસ્તારમાંથી એક લાવારીસ પાકિસ્તાની બોટ પકડાઈ : બોટમાં માછીમારી કરવાનો સામાન મળ્યો access_time 12:33 am IST