Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

કેઈઝન ગ્રુપ દ્વારા આયોજન : વિદ્યાર્થીઓએ નામ નોંધાવી દેવા

ટી.વાય.બી.કોમ અને બી.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે ગુરૂવારે ફ્રી સેમીનાર, એજ્યુકેશન ફેર

રાજકોટ, તા. ૧૭ : અહિંના જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા સતત ૧૦માં વર્ષે ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં સવારે ૯:૩૦ વાગ્યાથી ફ્રી સેમીનાર - એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રવેશ માત્ર ટી.વાય. બી. કોમ. અને બી.બી.એ.ના જ વિદ્યાર્થીઓને કે જેમણે પોતાની પાંચમાં સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ કેઈઝન ગ્રુપ કાર્યાલય ઓફીસ નં. ૧૬, ગ્રાઉન્ડ ફલોર મહિલા કોલેજ ચોક ખાતે રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવી લેવું.

આ સેમીનારમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વ્યાજ વગરની એજ્યુકેશન લોન અને અન્ય સ્કોલરશીપની માહિતી તેમજ આગળ અભ્યાસ કરવા માટે જોબ માટે કે બિઝનેસ માટે ઉપલબ્ધ તકોનું માર્ગદર્શન, નોઈડા - અમદાવાદ - બરોડા - મહેસાણા - ગાંધીનગર વગેરે શહેરોમાંથી આવેલ ડાયરેકટ કોલેજના રીપ્રેઝન્ટેટીવ - તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોલેજના સમયગાળા દરમિયાન વિવિધ સેમીનારો, કિવઝ કોમ્પીટીશન, ટેલેન્ટહન્ટ વિ. સ્પર્ધાઓનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે. અત્યાર સુધી ૪૦થી વધુ સેમીનાર - એજ્યુકેશન ફેરનું સફળ આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાનની વધુ વિગતો માટે કેઈઝન ગ્રુપના સીઈઓ શ્રી વસીમ વાહીદભાઈ માકડાનો મો. ૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. (૩૭.૧૨)

(4:16 pm IST)