Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બે-ત્રણ દિ'માં કાર્પેટ વેરાના બિલ મળી જશે : પ્રિન્‍ટીંગ શરૂ

વાંધા અરજી નિકાલ માટે ત્રણેય ઝોનમાં નોડલ ઓફીસરોની નિમણૂંક : હાલમાં રોજ ૧ાા કરોડની વેરા આવક : વિગતો જાહેર કરતા મ્‍યુ. કમિશ્નર પાની

રાજકોટ, તા. ૧૭ : મ્‍યુ. કોર્પોરેશન દ્વારા નવી કાર્પેટ વેરા પદ્ધતિ મુજબના વેરા બીલ આગામી બે-ત્રણ દિવસમાં મિલ્‍કત ધારકોને મળવાના શરૂ થઇ જશે. તેમ મ્‍યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેર કર્યું છે.

કાર્પેટ વેરા અંગે વિસ્‍તૃત વિગતો જાહેર કરતા મ્‍યુ. કમિશ્નરશ્રીએ જણાવેલ કે, આજથી કાર્પેટ વેરાના બીલનું પ્રિન્‍ટીંગ શરૂ થઇ ગયું છે અને આગામી બે-ત્રણ દિવસમાં જ સ્‍પીડપોસ્‍ટ મારફત અંદાજે ૪ાા  લાખ મિલ્‍કત ધારકોને બિલો રવાના કરવાનો પ્રારંભ થઇ જશે.

શ્રી પાનીએ આ તકે ઉમેર્યું હતું કે, વેરાબીલ મળી ગયા બાદ જે મિલકતધારકો વાંધા અરજી કરશે તેના વાંધાઓના નિકાલ માટે ત્રણેય ઝોનમાં નોડલ ઓફીસરોની નિમણૂંક કરી દેવાઇ છે.

હાલ તૂર્ત ઓનલાઇન વેરો જોઇને અનેક લોકો દરરોજ અંદાજે ૧થી ૧ાા કરોડના વેરા ભરી રહ્યાનું શ્રી પાનીએ જાહેર કર્યું હતું

(4:02 pm IST)