Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

૧પ૦ ફુટ રોડ પર આરોગ્‍ય શાખા ત્રાટકીઃ ર૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મવડી ચોકડી, ઉમીયા ચોક વિસ્‍તારમાં ર૪ દુકાનોનું ચેકીંગઃ ૧૯ને નોટીસ

રાજકોટ તા. ૧૭: કોર્પોરેશનના વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત આરોગ્‍ય શાખા દ્વારા શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર ખાદ્ય પદાર્થની ર૪ દુકાનોનું ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. આ ચેકીંગ દરમ્‍યાન ર૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો તેમજ ૧૯ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગે મ્‍યુનિ. કોર્પોરેશનના આરોગ્‍ય અધિકારી ડો. પી. પી. રાઠોડના જણાવ્‍યા મુજબ દર બુધવારે મુખ્‍ય માર્ગ ચકાસણી અનુસાર આજે ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ખાદ્યચીજનું વેચાણ કરતા આસામીઓની ચકાસણી કરવામાં આવેલ જેમાં શ્‍યામ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, રાધે હોટલ, ખેતલા આપા ડીલકસ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, બાપા સીતારામ રસ પાર્લર (ચિચોડા), શકિત પાન એન્‍ડ ટી કોલ્‍ડ્રીંકસ, પટેલ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, ધર્મરાજ વડાપાઉ, જય ખોડીયાર હોટેલ, જય ખોડીયાર પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, જય દ્વારકાધીશ રસ ડીપો, જય દ્વારાકીશ રસ ડીપો (ચિચોડો), હરભોલે પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, જલ્‍પા પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, ક્રિષ્‍ના લોજ, માધવ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, રોયલ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ એન્‍ડ સોડા શોપ, હિતેષભાઇ નાથાભાઇ (ટી-સ્‍ટોલ), જય દ્વારકાધીશ ટી સ્‍ટોલ, જે માડી ડીલકસ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ સહિતના ર૪ ખાદ્યપદાર્થના વેપારીઓનું ચેકીંગ કરી ૧૯ ને નોટીસ ફટકારવામાં આવી છે.

આ ચકાસણી દરમ્‍યાન ખાદ્યચીજોના વિક્રેતા પાનશોપ, ફુડ પાર્લર, જયુસ પાર્લર, બેકરી શોપ, ફરસાણના વિક્રેતા ટી-સ્‍ટોલ, ડેરી ફાર્મ જેવા તમામ ફુડ બિઝનેસ ઓપરેટરની આરોગ્‍યપ્રદ સંગ્રહ/ઉત્‍પાદન તથા ફુડ લાયસન્‍સ/રજીસ્‍ટ્રેશન બાબતે ટી-મટીરીયલની ગુણવતા તથા સમગ્ર આરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં ઉત્‍પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદદ્‌ી પસ્‍તીની પેકિંગમાં ઉપયોગ, દાજયુંતેલનો ઉપયોગ, કાચા તેલને ફરસાણમાં ઉપયોગ કરે છે. તે દર્શાવતું બોર્ડ, ફ્રિજમાં કાપેલા વાસી-સડેલા-પડતર સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક અખાદ્ય ચીજોના સ્‍થળ પર નાશની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ જવાબદાર આસામીઓને નોટીસ આપેલ. દરમ્‍યાન કુલ ૭ કિલો પસ્‍તી, અખાદ્ય બિન આરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સંગ્રહેલ કુલ ૧૪ કિલો બરફનો નાશ કરાવેલ.

(4:19 pm IST)