Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બાલાજી હોલ પાસે ડિમોલીશન વખતે ભાજપ હોદેદારો-પોલીસ વચ્‍ચે ડખ્‍ખો

રાજકોટઃ આજે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ટાઉન પ્‍લાનીંગ વિભાગે ડિમોલીશન હાથ ધર્યુ તે વખતે બાલાજી હોલવાળા કોમ્‍પ્‍લેક્ષમાં વગર નોટીસે ડિમોલીશન હાથ ધરાયાનો આક્ષેપ કરી યુવા ભાજપના હોદેદારો સંજયભાઈ તથા અમિતભાઈ બોરીચાએ દબાણો સ્‍વૈચ્‍છાએ દૂર કરવા વેપારીઓને મુદત આપવા માંગ ઉઠાવી હતી. આમ છતા વિજીલન્‍સ પોલીસે કડક વલણ અપનાવતા બન્ને પક્ષે ગરમા-ગરમી સર્જાઈ હતી. જો કે બાદમાં મામલો થાળે પડી ગયો હતો. તસ્‍વીરમાં જે સ્‍થળે ડીમોલીશન વખતે ડખ્‍ખો થયો તે બાલાજી હોલવાળા કોમ્‍પ્‍લેક્ષમા દુકાનોના બોર્ડ તથા છાપરાનો કાટમાળ નજરે પડે છે (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)