News of Tuesday, 17th April 2018

IIM અમદાવાદની મુલ્યાંકન પ્રક્રિયામાં કાબેલીયત પુરવાર કરતો ધવલ પરમાર

રાજકોટ તા. ૧૭ : કેટ જેવી પરીક્ષાઓ સફળતાપૂર્વક ઉતીર્ણ કરી આઇઆઇએમમાં પ્રવેશ મેળવવા અનેક વિદ્યાર્થીઓ ઉત્સુક હોય છે. ત્યારે રાજકોટમાં આ પરીક્ષાઓનું પધ્ધતીસરનું માર્ગદશન પુરી પાડતી સંસ્થા એન્ડયોવરના ધવલ પરમારે આઇઆઇએમ અમદાવાદ મૂલ્યાંકન પ્રક્રિયામાં કાબેલીયત પુરવાર કરી બતાવતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

ધવલ પરમારે જણાવેલ કે આમતો મે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જુનાગઢમાં મેળવ્યુ હતુ. બાદમાં બીએચએમએસમાં પ્રવેશ મેળવી હોમિયોપેથીક શરૂ કર્યુ અને સાથે રાજકોટની એન્ડીયોવર સંસ્થામાં પણ જોડાયો. જેથી મેનેજમેન્ટનું પુરૂ જ્ઞાન મળે.

એન્ડીયોવર કેરીયર્સ સેન્ટર પર અભ્યાસક્રમ, ભાષાલક્ષી માર્ગદર્શન અને જે જે ટીપ્સ અપાતી ગઇ તેને ફોલો કરતો ગયો. મારી માતૃભાષા ગુજરાતી હોવા છતા આગળ કોઇ તકલીફ ન પડે તેનું પુરૂ માર્ગદર્શન મને આ સંસ્થામાંથી મળ્યુ અને સાચે જ મે આઇઆઇએમ અમદાવાદની મુલ્યાંકન પ્રક્રિયા યોગ્ય રીતે ઉતીર્ણ કરી બતાવતા અનહદ આનંદ અનુભવુ છુ. તેમ ધવલ પરમારે જણાવેલ.

કેટ જેવી પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ અને વાટની સંપૂર્ણ તૈયારી કરવા એન્ડીયોવર સેન્ટરનો પુર્ણ સહયોગ મળ્યાની ખુશી તેણે વ્યકત કરી હતી.

કાલાવડ રોડ, રાજકોટ ખાતે આવેલ એન્ડીયોવર સેન્ટર (મો.૭૨૨૮૦ ૦૮૪૩૪) ના ડીરેકટર અલય શાહે જણાવેલ કે અમારે ત્યાં અત્યાધુનિક સુવિધાઓથી સજજ વર્ગખંડમાં પધ્ધતીસર અને ટેકનોલોજીકલ શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાના ૨૨ જેટલા રાજયોમાં સેન્ટર છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરિણામલક્ષી તાલીમ આપવાની સંસ્થાની નેમ રહી છે.

તસ્વીરમાં કેટ ઉતીર્ણ કરી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેમેન્ટમાં પ્રવેશ મેળવનાર ધવલ પરમાર અને સાથે એન્ડીયોવર સેન્ટરના અલય શાહ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(2:46 pm IST)
  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • BSFના દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન કચ્છનાં લખપતવારી ક્રીક વિસ્તારમાંથી એક લાવારીસ પાકિસ્તાની બોટ પકડાઈ : બોટમાં માછીમારી કરવાનો સામાન મળ્યો access_time 12:33 am IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST