Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સદ્ગુરૂ આશ્રમ દ્વારા ગામેગામ નેત્રયજ્ઞો

ઓપરેશન, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે રહેવા-જમવાની સુવિધા પણ વિનામુલ્યે

રાજકોટ, તા.૧૭ : શહેરના શ્રી સદ્ગુરૂ આશ્રમ માર્ગ પર આવેલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે સમગ્ર ગુજરાત રાજ્યના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિનામુલ્યે કુલ ૯૯ શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરેલ છે. જેઓને ઓપરેશન, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે રહેવા જમવાની સેવા વિનામુલ્યે આપવામાં આવશે.

તે અંતર્ગત કાલે તા.૧૮ને બુધવારે કોળી સમજ વાડી, પ્રાચી (ટિંમડી), જી.ગીર સોમનાથ ખાતે, તથા ગાયત્રી પરિવાર શાખા, આલીદર, જી.ગીર–સોમનાથ ખાતે, તથા મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનાગર, વાડિયા, જી.અમરેલી ખાતે તેમજ કોંગ્રેસ ભવન, વંથલી દરવાજા, રાજકોટ રોડ, જુનાગઢ ખાતે, તથા ગાયત્રી મંદિર, અમરેલી ખાતે તેમજ મિખરા હનુમાન મંદિર, હોમગાર્ડઓફિસે, મહુવા રોડ, સાવરકુંડલ, જી.અમરેલી ખાતે, તથા રાજપુત સામાજની વાડી, ખરવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર ખાતે શ્રી સદ્ગુરૂ સુપરમેગા નેત્રયજ્ઞનું આયોજન કરેલ છે.

તા.૧૯ ને ગુરૂવાર લોહાણા મહાજન વાડી, કોર્ટની બાજુમાં, વંથલી, જી.જુનાગઢ ખાતે તેમજ રોટરી હોલ, બસ સ્ટેશનની પાછળ, મુંન્દ્રા, જી.કચ્છ, સત્સંગ આશ્રમ, માંડવી, જી.કચ્છ ખાતે રાખેલ છે.

તા.૨૦ને શુક્રવારે પ્રાથમિક શાળા, પીપરલા, જી.ભાવગનર ખાતે, તથા જી.એસ.સી.એલ ફાઉન્ડેશન, સુત્રાપાડા,  તા.ગીર સોમનાથ, ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ, જી.ગીર સોમનાથ, ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે, કે.વી.રોડ જામનગર ખાતે આયોજન કરેલ છે.તા.૨૧ને શનિવારે ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઇટ, ભાણવડ, જી.જામનગર ખાતે તેમજ  રણછોડદાસજી સત્સંગ મંડળ, લાલ ટેકરી, દેનાબેંક પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, જી.કચ્છ (ભુજ) ખાતે રાખેલ છે.

તા.૨૨ને રવિવારે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, સદગુરૂ આશ્રમ માર્ગ રાજકોટ, પ્રાથમિક શાળા, પાંચવડા, તા.કાલાવડ, જી.જામનગર, જલારામ મંદિર, આઝાદ ચોક, મેર સમાજની વાડી પાસે, માધવપુરઘેડ, જી.પોરબંદર, અંબે માતાજીનું મંદિર, ગાયત્રી સ્કુલની પાછળ, ઝાંઝરડા રોડ, જુનાગઢ, ખાતે રાખેલ છે. તા.૨૩ને સોમવારે લોહાણા મહાજનવાડી, સવાસર નાંકા, અંજાર, જી.ભુજ(કચ્છ) ખાતે, તેમજ જલારામ મંદિર, સેવા ટ્રસ્ટ, જામજોધપુર, જી.જામનગર ખાતે રાખેલ છે.

તા.૨૪ ને મંગળવાર શાંતેશ્વર મંદિર, દોલતપરા, જુનાગઢ, જલારામ મંદિર, ભાદર રોડ, કુતિયાણા, જી.પોરબંદર ખાતે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલ છે. (૨૪.૩)

(2:45 pm IST)
  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST