Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સીએનજી પંપ પર નોકરીમાં ગેરહાજર કર્મચારીને મેમો આપવાના પ્રશ્ને ચેતન મકવાણા પર હીચકારો હુમલો

વણકર યુવાનને બોમ્બે પેટ્રોલ પંપ બહાર બોલાવી ભાવીન ચોૈહાણ સહિત ચાર શખ્સો છરી, પથ્થરથી હુમલો કરી ભાગી ગયાઃ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૭: સોરઠીયા પ્લોટ-૧૦માં રહેતો અને ઢેબર રોડ પર બોમ્બે પેટ્રોલ પંપના સીએનજી પંપમાં ગેસ રીડીંગના સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં ચેતન વાલજીભાઇ મકવાણા (ઉ.૨૪) નામના વણકર યુવાનને રાત્રે અગિયારેક વાગ્યે અન્ય સીએનજી પંપના કર્મચારી ભાવીન ચોૈહાણ અને ત્રણ અજાણ્યાએ બોમ્બે પંપ બહાર પ્રસંગ ફર્નિચર પાસે વાત કરવાના બહાને બોલાવી છરીથી હુમલો કરી ડાબા પગે ગોઠણ નીચે અને કોણીમાં ઘા ઝીંકી તેમજ માથામાં ઉંધી છરી મારી પીઠ પર પથ્થરના ઘા ફટકારી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

ભકિતનગર પોલીસે ચેતનની ફરિયાદ પરથી ભાવીન સહિત ચાર જણા સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪, એટ્રોસીટી એકટ ૩ (૨) ૫ એ તથા ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. ચેતનના કહેવા મુજબ પોતે સીએનજી પંપમાં સુપરવાઇઝર હોઇ અન્ય સીએનજી પંપના કર્મચારીઓની નોકરી પર દેખરેખ રાખવાની જવાબદારી પણ તેની છે. ગઇકાલે તે ભાડલા પંપ ખાતે ચેકીંગમાં ગયેલ ત્યારે ભાવીન ચોૈહાણ નોકરી પર ગેરહાજર હોઇ જેથી તેને મેમો આપવાની વાત કરી હતી. આ બાબતનો ખાર રાખી ગત રાત્રે ભાવીન ત્રણ જણાને લઇને બોમ્બે પંપ પાસે આવ્યો હતો અને પોતાને વાત કરવાના બહાને બહાર બાોલવી ગાળો દઇ છરી-પથ્થરથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ભાગી ગયા હતાં. એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે.

(1:01 pm IST)