Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

વાવડીમાં પાણીનો ફેરો નાંખવા ગયેલા જગદીશ ચાવડા પર દેવીપૂજકોનો હુમલો

પાણીની ટાંકીના પૈસાની ઉઘરાણી કરતાં ધીરૂ સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા.૧૭: ગોંડલ રોડ પર પુનિતનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો અને પાણીની છકડો રિક્ષાના ફેરા કરતો જગદિશ હરિભાઇ ચાવડા (ઉ.૩૮) નામનો રજપૂત યુવાન રાત્રે દસેક વાગ્યે વાવડી ગામમાં ઝૂપડામાં રહેતાં દેવીપૂજક શખ્સ ધીરૂને ત્યાં પાણી આપવા ગયો ત્યારે પૈસા બાબતે ઝઘડો થતાં ધીરૂ સહિતનાએ ધોકા-પાઇપથી માર મારતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. જગદિશના કહેવા મુજબ પોતે અવાર-નવાર ધીરૂને ત્યાં પાણી આપવા જતો હતો. અગાઉના રૂ. ૯૦૦ બાકી હોઇ અને ગઇકાલે તેણે ફરીથી પાણીની ટાંકી મંગાવતા પોતે આગલા પૈસા અને નવા રૂ. ૧૫૦ની ઉઘરાણી કરતાં ઝઘડો થતાં તેના સહિતના શખ્સો તૂટી પડ્યા હતાં. તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(1:00 pm IST)