Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

જુના બસ સ્ટેશન સામે ચેનચાળા કરતાં બોઘરાવદરનો યુવાન, રાજકોટની પરિણીતા પકડાયા

રાજકોટ તા. ૧૭: જુના એસ.ટી. બસ સ્ટેશન સામે રાજ ગેસ્ટ હાઉસની બાજુમાં  જસદણનો પટેલ યુવાન અને રાજકોટની કુંભાર પરિણીતા જાહેરમાં અશ્લિલ ચેનચાળા કરતાં જોવા મળતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

એ-ડિવીઝનના પી.એસ.આઇ. એમ. જે. ભટ્ટ, ભાવેશભાઇ, શૈલેષભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જુના બસ સ્ટેશન સામે યુવક-મહિલા બિભત્સ હરકતો કરતાં જોવા મળતાં જીપીએકટ ૧૧૦, ૧૧૭ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પુછતાછમાં યુવાને પોતાનું નામ ધર્મેશ તેજાભાઇ રામાણી (પટેલ) (ઉ.૨૮-રહે. બોઘરાવદર તા. જસદણ) તથા મહિલાએ પોતાનું નામ નૈનાબેન દિપક ભરડવા (કુંભાર) (ઉ.૩૭-રહે. મવડી પટેલનગર, રાધેશ્યામનગર-૧-મુળ રાણાવાવ હોળી ચકલા પાસે) જણાવ્યું હતું. ધર્મેશ ખેત મજૂરી કરે છે.

(1:00 pm IST)
  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST