News of Tuesday, 17th April 2018

'અદ્વૈતમ કોટયોર' : રાજકોટમાં ડીઝાઇનર કસ્ટમાઇઝ વેરના અદ્યતન શો રૂમનો મંગલારંભ

રાજકોટ : અમીનમાર્ગ પર આધુનિક ડીઝાઇનર લેડીઝવેર અને કસ્ટમાઇઝ મેન્સવેરના અદ્યતન શોરૂમ 'અદ્વૈતમમ કોટયોર' નો મંગલારંભ થયેલ છે. શુભારંભ સમયે ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ, ખોડલધામના પ્રમુખ પરેશભાઇ ગજેરા, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર દર્શીતાબેન શાહ, સીટી ન્યુઝના નીતીનભાઇ નથવાણી, ભાજપ અગ્રણી ભુપતભા બોદર, ખોડલધામના ટ્રસ્ટી ભરતભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ઘોઘુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અદ્વૈતમ કોટયોરના પાર્ટનર જીતુભાઇ બોદર, ભવદિપસિંહ ઝાલા, ધારીણી વણપરીયાએ આ તકે જણાવેલ કે ફેશનપ્રિય લોકોની ડીમાન્ડ મુજબ યુનિક ડીઝાઇનર લેંગા, ચોલી, ગાઉન, કુર્તી, ડ્રેસીસ, ફેશન જવેલરી, પુરૂષો માટે સ્પેશ્યલાઇઝડ કસ્ટમાઇઝ કલોથીંગ અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે ધારીણી વણપરીયા ફેશન ડીઝાઇનીંગ ક્ષેત્રે ૧૨ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. પોતાના અનુભવનો નીચોડ અહીં અદ્વૈતમ કોટયોરના માધ્યમથી રજુ કરવા સરસ પ્રયાસ કરેલ હોય ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.  (૧૬.૨)

(11:41 am IST)
  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST