News of Monday, 16th April 2018

બુધવારે અક્ષય તૃતિયાઃ ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા

પેલેસ રોડ પર અવનવી ડીઝાઇનના કલાત્મક આભૂષણોનો ઝળહળાટઃ ૧૧ વર્ષ બાદ ૨૪ કલાકનો સર્વાર્થસિધ્ધિ યોગનો મહાસંયોગ

રાજકોટ તા. ૧૬ : અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા વ્યકત કરાઈ છે બજારમાં સોનાના આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડશે તેમ મનાય છે.

આગામી તા. ૧૮ને બુધવારે અક્ષય તૃતીયાના ૧૧ વર્ષ બાદ ૨૪ કલાકનો સર્વાર્થસિદ્ઘિ યોગનો મહાસંયોગ સર્જાયો હોવાનું કથન છે ઝવેરીબજારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સોનાના આભૂષણોની મજૂરીમાં તેમજ ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં વળતર ઓફર કરાયું છે.

ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે

દરમિયાન રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,દ્વારા અક્ષય તૃતીયાના અવસરે વિશેષ વળતરની ઓફર કરાઈ છે જે તા. ૧૬થી તા.૨૧ સુધી ૧૦ ગ્રામ સોંનાના દાગીનાની ખરીદી પર મજૂરીમાં રૂપિયા ૧૨૫૦નું વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં ૫૦ ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે

આ અવસરે રાજકોટના અગ્રણી જવેલર્સ જે,પી,જવેલર્સવાળા અશોકભાઈ સતીકુંવર જણાવે છે કે  બુધવારે અક્ષય તૃતીયાના અવસરે ખરીદીનો ધમધમાટ સર્જાશે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળે છે બીજીતરફ આ મહામુહૂર્તમાં શુકનવંતી ખરીદી જોવા મળશે.

તેમણે વધુમાં આ અવસરે ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે જણાવ્યું હતું કે રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે.

ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશા નાવીન્ય સભર આભૂષણોની રેંજ આપવમાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલના યુવા સંચાલક ભાસ્કરભાઈ પારેખ જણાવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવાનું અદકેરું મહત્વ છે આ શુભ અવસરે કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડશે તેમ જણાવી યુવા વર્ગમાં હાલ ફેન્સી અલંકારોનું ઘેલું લગાડ્યું હોવાનું ઉમેર્યું હતું.

પ્રાઈડ ઓફ રાજકોટ અને બ્રાંડ ઓફ જવેલરીનો અવોર્ડ મેળવનાર શિલ્પા લાઈફ સ્ટાઈલના  ભાસ્કરભાઈ પારેખે અક્ષય તૃતીયાના અવસરે ખરીદીનો ધમધમાટ રહેવાની આશા સાથે જણાવ્યું હતું કે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શોરૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે.(૨૧.૨૭)

(4:40 pm IST)
  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST

  • CNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST