News of Monday, 16th April 2018

કાલે અંબિકા ટાઉનશીપમાં કાનગોપી

બામણાસા ગીરની પ્રખ્યાત રાધે કાન ગોપી મંડળી જમાવટ કરશે : રકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ, તા. ૧૬ : વીવાયઓ અને અંબિકા ટાઉનશીપ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૧૭ના મંગળવારે સાંજના ૮:૩૦ વાગ્યાથી કસ્તુરી એવીપરીની સામેની બાજુમાં, કસ્તુરી મેઈન રોડ, અંબિકા ટાઉનશીપ ખાતે કાનગોપીનો કાર્યક્રમ રાખેલ છે.

સાથોસાથ રકતદાન કેમ્પનું પણ આયોજન થયુ છે. જેમાં વધુને વધુ રકતદાતાઓએ રકતદાન કરવા અનુરોધ કરાયો છે. આ પ્રસંગે શ્રી મહેન્દ્રભાઈ ફળદુ અને બાનલેબવાળા શ્રી મૌલેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા છગનભાઈ સોભાસણા, ફર્નાન્ડીઝ પાડલીયા બ્રિજેશભાઈ રોજીવાડીયા, રમણીકભાઈ, નિમેષભાઈ, પ્રશાંતભાઈ, અજયભાઈ, ધવલભાઈ જગોદરા, પારસભાઈ, નીલભાઈ, કેવલભાઈ, દિપલભાઈ, ગીરીશભાઈ વડાલીયા, શીરીષભાઈ, હરીભાઈ મેંદપરા, મયંકભાઈ ભીમાણી વિ. જોડાયા છે. વધુ વિગતો માટે મો.૯૦૯૯૯ ૫૫૦૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૦)

 

(4:25 pm IST)
  • આઈડિયા સેલ્યુલર મોબાઈલના વિસ્તાર માટે આદિત્ય બીઓર્લાં ગ્રુપ 1 બિલિયન ડોલર 7000 કરોડ ઉભા કરશે access_time 10:50 pm IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST