Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આવનારા સમયમાં 'બોમ્બે સુપર હાઈબ્રીડ સીડઝ'નું ટર્નઓવર ૨૫૦ કરોડને આંબી જશે

ખેડૂતોને વધુ ઉત્પાદન આપતા પાકોની વિદેશી ટેકનોલોજી ધરાવતી ભારતની અગ્રગણ્ય કંપનીઃ ૧૯૬૦થી કંપની કાર્યરત, શાકભાજી, ફુલો માટે બિયારણ વિકસાવી રહી છે : આવતીકાલે ઈસ્યુ બંધ થશે : કંપનીના એમ. ડી. પીન્ટુભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૬ : ગત વર્ષે કંપનીનું ટર્નઓવર ૧૧૦ કરોડનું હતું જે આગામી સમયમાં ૨૫૦ કરોડ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ છે. આ શબ્દો છે 'બોમ્બે સુપર હાઈબ્રીડ સીડઝ'ની ડાયરેકટો સર્વેશ્રી પિન્ટુભાઈ પટેલ, જાદવભાઈ પટેલ અને હેમાંગ બક્ષીના.

રાજકોટની ભાગોળે ૧૭ કિ.મી. અમદાવાદ તરફ કુવાડવા ખાતે બોમ્બે સુપર હાઈબ્રીડ સીડઝ મૂડીબજારમાં પ્રવેશ કર્યો છે. જેનો આવતીકાલે ઈસ્યુ ખુલશે. કંપનીના એમ. ડી. શ્રી પીન્ટુભાઈ પટેલે જણાવ્યુ હતું કે જર્મનીની હાઈટેક મશીનરી ધરાવતુ યુનિટ છે અને એશિયામાં નં. ૧ સ્થાન ધરાવતી કંપની છે. પાંચ હજાર મેટ્રીક ટન ધરાવતુ કોલ્ડસ્ટોરેજ છે ખેડૂતોને વધુ ઉત્પાદન આપતા પાકોની વિદેશી ટેકનોલોજી ધરાવતી કંપની છે.

૧૯૬૦થી આ કંપની કાર્યરત છે અને હાલ ત્રીજી પેઢી કંપનીનું સંચાલન કરી રહી છે. કંપની જેવું ઈન્ફાસ્ટ્રકચર માત્ર ભારતમાં જ નહિં એશિયાની કંપનીઓમાં પણ ભાગ્યે જ છે. કપાસ સિવાયની કૃષિ પેદા શાકાજી અને ફુલોના પણ સીડ્સ ઉપલબ્ધ છે. જેમાં નવીનતમ આધુનિક શોધ માટે રીસર્ચ - ડેવલોપમેન્ટ અદ્યતન સુવિધા છે કંપનીએ ચીન, કોરીયા, ઈટાલી જેવા દેશો સાથે કરાર કરેલા છે.

પીન્ટુભાઈએ વધુમાં કહેલ કે શેરબજારમાં કંપનીના લીસ્ટીંગ કરાવવાથી વિદેશી ગ્રાહકો એજન્સીઓ સાથે એક નવા સંબંધો બાંધશે વાવેતર માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા કંપનીના નિષ્ણાંતો દેશભરમાં કાર્યરત છે.

કંપનીને નં. ૧ બનાવવા માટે શાકભાજીની બ્રાન્ડ બજારમાં મૂકવામાં આવનાર છે. બજારમાં વેચાતા શાકભાજી અને કંપનીના શાકભાજીમાં મોટો તફાવત જોવા મળશે. રાજયમાં સીડઝ ઉત્પાદનની લગભગ ૨૫ કંપનીઓ છે અને તેમાં મૂડી બજારમાં પ્રવેશ કરનાર બીજી કંપની બની છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.

તસ્વીરમાં બોમ્બે સુપર હાઈબ્રીડ સીડઝના સર્વેશ્રી એમ. ડી. પીન્ટુભાઈ પટેલ, ચેરમેન અને ડાયરેકટર જાદવભાઈ પટેલ તથા રીસર્ચ ડાયરેકટર હેમાંગભાઈ બક્ષી નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૪)

(4:21 pm IST)
  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST

  • વાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST