Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ત્રિકોણબાગે પરશુરામદાદાની મુર્તિનું સ્થાપનઃ દરરોજ આરતી, અને સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ : ભગવાનશ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાનશ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા શ્રી પરશુરામદાદાની મુર્તિનું ત્રિકોણબાગ ખાતે સ્થાપન કરી દરરોજ સાંજે ૮ કલાકે આરતી કરવામા આવે છે. રાત્રીના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો મહિલા સમિતિ દ્વારા કરવામા આવે છે. જેમાં પ્રથમ દિવસે યુવા મિત્ર મંડળ દ્વારા પરશુરામ દાદાની આરતી કરવામા આવેલ હતી. ત્યારબાદ ભવ્ય લોકડાયરા ( કરીશ્માબેન દેસાણી) નું આયોજન કરવામા આવેલ હતું. આજે સોમવારે યુવા મિત્રો દ્વારા પરશુરામ દાદાની ભવ્ય આરતી કરવામાં આવશે તેમજ તા. ૧૮ સુધી દરરોજ અલગ અલગ પ્રવૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, તેમ પરશુરામ જન્મોત્સવ સમિતિના કન્વીનર ભરતભાઇ ઓઝાએ જણાવેલ છે. કાર્યક્રમોમાં જે કોઇપણ વ્યકિતએ ભાગ લેવો હોય તેઓએ મો .૯૫૬૯૭૦૨૨૨ (પ્રતિકભાઇ બલભદ્ર) તથા મો. નં. ૯૦૩૩૯૮૨૬૬૪ ( મોહિતભાઇ ઉપાધ્યાય) નો સંપર્ક કરવા જણાવાયું છે. કાર્યક્રમોને સફળ બનાવવા પરશુરામ જન્મોત્સવ સમિતિના કન્વીનર ભરતભાઇ ઓઝા તથા પુર્વ કન્વીનર મોનીશભાઇ જોશી તથા યુવાનો, મહિલા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

 પરશુરામ જન્મોત્સવ સમિતિમાં ભરતભાઇ ઓઝા, મોનીશભાઇ જોશી, કશ્યપભાઇ ભટ્ટ, મિલનભાઇ જોશી, મોહિતભાઇ ઉપાધ્યાય, જેન્તીભાઇ ત્રિવેદી, જિજ્ઞેશભાઇ દવે, પ્રતિકભાઇ બઇભદ્ર, દિવ્યેશભાઇ જોશી, ચેતન જોશી, ઉમંગ ભટ્ટ,  દિપ વ્યાસ, પ્રણવ વ્યાસ, પ્રશાંત રાજયગુરૂ, મિહીર પુરોહિત, વિશાલ પાંડે, ધર્મેશ જોશી, હર્ષ જોશી, જતીન મહેતા, ઇન્દ્ર પંડયા, ધૈર્ય ઉપાધ્યાય, રીતીન પંડયા, મયંક ભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, અંકિતભાઇ ઉપાધ્યાય, આશીતભાઇ જોશી, પ્રતિકભાઇ પંડયા, વિમલભાઇ દવે, રાજાભાઇ ભટ્ટ, મેહુલભાઇ જોશી, ચિંતનભાઇ વ્યાસ, જય જાની, ગોૈરવ જોશી, રાજુભાઇ જોશી (સોલવંટ) કશ્યપભાઇ ઠાકર, મોહિતભાઇ ઠાકર, જિતેનભાઇ ઠાકર, ચિત્રાંકભાઇ વ્યાસ, આશિકભાઇ વ્યાસ, વિરલભાઇ ભટ્ટ, ધનંજયભાઇ દવે વિગેરે તેમજ મહિલા સમિતિમાં કિરણબેન જોશી, હિરલબેન બલભદ્ર, માહિ પંડયા, ગુંજન દવે, તુપ્તી ત્રિવેદી, રૂચીતા જોશી, બીનલ જાની, શિવાની વ્યાસ, દિપાલીબેન વ્યાસ, હિરલ સોનપરા, અલ્પા જોશી, જીજ્ઞાબેન જાની, તોરલ જોશી, પાયલ મહેતા, જાનકી રતેસ્વર, ઉર્વશી રતેસ્વર, ક્રિષ્ના રાવલ, પ્રગતી રાવલ, ડોલી ચંદ્રા સેવા આપી રહ્યા છે. (૧.૧૪)

(4:20 pm IST)