News of Monday, 16th April 2018

કોર્પોરેશન દ્વારા ડો.આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વ્રારા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, રાજકોટ શહેર મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માર્કેટ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સેનિટેશન સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ ચેરમેન જાગૃતિબેન ઘાડિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, જયોત્સનાબેન ટીલાળા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા કાથડભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:19 pm IST)
  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST