Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ત્રણ દિ' પહેલા ''બાપુડીયા'' અને પ્રદેશ પ્રમુખ વચ્ચે અમદાવાદમાં ત્રણ મીટીંગ થઇ અને ભટ્ટી થયા ''સક્રિય''!

આજે ઓચિંતા જશવંતસિંહ 'પડ' માં આવતા સૌને આશ્ચર્ય : કોંગ્રીમાં નવું જોમ

રાજકોટ તા. ૧૬ :.. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટમાં છે તે ટાંકણે જ ઘણા સમયથી નિષ્ક્રીય રહેલા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી ફરી પોતાના અસસ્લ રંગમાં આવતા સૌને  આશ્ચર્ય થયુ હતું પરંતુ અમને મળતી વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા અમદાવાદ ખાતે શ્રી ચાવડાએ ભટ્ટી  મળ્યા હતા અને બાદમાં પ્રદેશ અગ્રણી ભીખુભાઇ વારોતરીયાની ઉપસ્થીતીમાં વધુ ચર્ચા થઇ હતી પરીણામે તમામ નારાજગી કોરાણે મુકી બાપુડીયા ફરી અસસ્લ  રંગમાં આવી ગયા છે અને આજે રેશનીંગના ચોખા પ્રકરણે કલેકટરની ચેમ્બરમાં જ બઘડાટી બોલાવી હતી.

પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી છેલ્લા થોડા મહિનાથી તેમની પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રીપદે નિમણુકના મુદ્ે નારાજ હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રચાર કાર્યથી સમુળગા અળગા રહ્યા હતાં.

હાલમાં રાજય પ્રભારી નિમાયેલા રાજીવ સાતવ ઉપરાંત સંખ્યાબંધ પ્રદેશ નેતાઓએ ચૂંટણી ટાણે સક્રિય થઇ કામે લાગી જવા વિનંતી કરી મનાવ્યા હતા પરંતુ જશવંતસિંહને 'જોર કા ઝટકા ધીરે સે લગા થા' અને કેમયે માન્યા ન હતા અને ચૂંટણી તથા સંગઠન કાર્યથી અળગા રહ્યા હતાં.

દરમ્યાન આજે ઓચિંતુ શું ? ચાનક ચડયુ કે બાપુડીયા પાછા અસ્સલ રંગમાં દેખાયા રેશનીંગના ચોખામાં તંત્રની અક્ષમ્ય  બેદરકારી માટે રેશનીંગની દુકાને હોબાળો મચાવ્યા બાદ કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર સમક્ષ પણ રૂબરૂ ઉગ્ર રજૂઆતો કરીને સળેલા-ભેળસેળયુકત ત્થા ગરોળી- ઉંદરવાળા ચોખા કલેકટરના ટેબલ ઉપર પાથર્યા હતાં.

જશવંતસિંહ સાથે તેમની જૂની ટીમના સદસ્યો પણ હાજર હતા છેલ્લા ઘણા સમયથી કેયુર મસરાણી, રણજીત મુંધવા, માણસુર વાળા સહિતના આગેવાનોના મુરઝાયેલા ચહેરાએ ઉપર સેનાપતિ આવી ગયાની ચમક ફરી સ્પષ્ટ નજરે પડતી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાની સમજાવટથી જશવંતસિંહ ભટ્ટી ફરી સક્રિય થતા હવે શહેર કોંગ્રેસના રાજકીય સમીકરણો પણ બદલાશે. (પ-પર)

(4:15 pm IST)
  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • વાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST