News of Monday, 16th April 2018

માધાપરના ઈશ્વરીયા મંદિરે રાવલ પરીવારના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપતા વિજયભાઈ

રાજકોટ : માધાપર ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પંકજભાઈ પ્રદિપભાઈ રાવલને ત્યાં ગઈકાલે પારીવારીક ધાર્મિક કાર્યક્રમ ઈશ્વરીયા મહાદેવ મંદિરે માધાપર ખાતે યોજાયેલ. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રીમતી અંજલીબેન રૂપાણી, ઈન્ડિયન લો કમિશનના મેમ્બર શ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે પૂર્ણ સમય ફાળવી એક પરીવાર ભાવનાથી હાજરી આપી ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા અને મંત્રોચ્ચાર દ્વારા અભિષેક કર્યા હતા. આ કાર્યક્રમ ફકત રાવલ પરીવારનો હોય માત્ર પરીવાર સદસ્યો સાથે મુખ્યમંત્રી શ્રી જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ધાર્મિક પારીવારીક કાર્યક્રમનો લાભ લીધો હતો. બ્રહ્મસમાજ અગ્રણીઓ રાવલ પરીવારના કાર્યક્રમમાં આવેલ. તેઓનો પંકજભાઈ પ્રદિપભાઈ રાવલે આભાર માનેલ.(૩૭.૧૭)

 

(4:14 pm IST)
  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST