News of Monday, 16th April 2018

વોર્ડ નં. ૮ ભાજપ દ્વારા આંબેડકરજીને પૂષ્પાંજલી

 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે દરેક વોર્ડમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા-ફોટોને ફુલહાર અર્પણ કરવામાં આવેલ હતા. તે અંતર્ગત શહેરના વોર્ડ નં. ૮ ભાજપ દ્વારા ડો. આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર, પુષ્પાજંલી, ભાવવંદના કરવામાં આવી હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, વોર્ડના પ્રભારી નીતિન ભુત, વોર્ડ પ્રમુખ વી.એમ. પટેલ, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા, શિક્ષણ સમિતિના સદસ્ય જગદીશ ભોજાણી તેમજ કિરણબેન માંકડીયા, ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, રઘુભાઈ સોલંકી, વિજયાબેન સોલંકી, જી.જે. મકવાણા, નિતીન બારોટ, ભાવેશ ભોજાણી, રામજીભાઈ બાબરીયા, આણંદભાઈ વાણીયા, બચુભાઈ ચાવડા, કંકુબેન ચાવડા, મોતીબેન પરમાર, જસ્મીન મકવાણા સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા (૨-૧૪)

(4:12 pm IST)
  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST