News of Monday, 16th April 2018

ઉંદર- ગરોળીવાળા સડેલા ચોખા 'કલેકટર'ના ટેબલ ઉપર કોંગી આગેવાનોએ નાંખતા ધબધબાટી બોલી

કલેકટરે આગેવાનોને આવી રીતે રજૂઆત ન કરાય કહીં 'ગેટઆઉટ' કહી દેતા સન્નાટોઃ પહેલા માળે ધમાલ મચી ગઈઃ બધાને બહાર કઢાયાઃ હવે ઉગ્ર આંદોલનની ચીમકીઃ કલેકટર કચેરીએ ધામા

રાજકોટ, તા. ૧૬ :. હાથીખાના શેરી નં. ૧-૫માં આવેલ સસ્તા અનાજના દુકાનદાર ખોડા હાજા સાગઠીયાની દુકાને ગરીબોને આપવાના થતા ચોખાની ગુણીમાંથી મરેલા ઉંદરો-ગરોળી નીકળી પડતા કોંગી આગેવાનો રણજીત મુંધવા, જશવંતસિંહ ભટ્ટી, કેયુર મસરાણી દોડી ગયા હતા.

આ આગેવાનો અને કાર્ડ હોલ્ડરોએ દુકાનદાર સાથે ધબધબાટી બોલાવ્યા બાદ કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેકટર રાહુલ ગુપ્તાની ચેમ્બરમાં ધસી જઈ તેમના ટેબલ ઉપર ચોખાનો ઘા કરી ચોખા ઠાલવી દેતા સન્નાટો પ્રસરી ગયો અને આ ઘટના બનતા કલેકટર ઉકળી ઉઠયા હતા.

કલેકટર રાહુલ ગુપ્તાએ આગેવાનોને આ રજૂઆત કરવાની રીત છે? તેમ કહી ગેટઆઉટ એવુ જણાવતા મામલો ઉગ્ર બની ગયો હતો અને કલેકટર તથા કોંગી આગેવાનો વચ્ચે જોરદાર શાબ્દીક ટપાટપી સર્જાઈ ગઈ હતી. આ પછી એડી. કલેકટર શ્રી હર્ષદ વોરા કલેકટરની ચેમ્બરમાં દોડી ગયા હતા.

કલેકટરે ગેટઆઉટ કહેતા અને મામલો બીચકતા, તમામ કોંગી આગેવાનોને બહાર કઢાયા હતા. આગેવાનોએ જણાવ્યુ હતુ કે, કલેકટરે અમને સાંભળવા પડશે, નહીં તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરાશે અને અહીં જ કલેકટર કચેરીમાં ધામા નાખશે કહી ૧ લા માળે આંદોલન ચાલુ કરી દીધુ હતું. આ પછી આ આગેવાનો બીજા માળે ડીએસઓ સમક્ષ રજૂઆત માટે દોડી ગયા હતા અને ત્યાં પણ ઉગ્ર માથાકુટ સર્જાઈ હતી.

આ લખાય છે ત્યારે કોંગી આગેવાનો બપોરે ૨II વાગ્યે કલેકટર કચેરીમાં જ છે અને કલેકટરની ચેમ્બરમાં - ટેબલ ઉપર સાફસફાઈ થઈ રહી છે.(૨-૧૮)

(4:10 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • દૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST