Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

'વટ'નો સવાલ

પ્રેક્ષક ગેલેરી ખોલાવવા કોંગ્રેસ અરજન્ટ દરખાસ્ત કરશે

જનરલ બોર્ડમાં મેયરની તાનાશાહી નહી ચલાવાયઃ કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણીની જાહેરાતઃ પ્રેક્ષક ગેલેરીના પ્રતિબંધ અંગે મતદાનની પ્રક્રિયા થશે

રાજકોટ, તા., ૧૬: મ્યુનિસીપલ કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીની ઉપર પ્રતિબંધ  અંગે છેલ્લા ૮-૧૦ મહીનાથી મેયર ડો. જૈમન ઉપાધ્યાયનાં ફતવા સામે હવે વિપક્ષ કોંગ્રેસે જનરલ બોર્ડમાં અરજન્ટ  દરખાસ્તનું શસ્ત્ર ઉગામી અને જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીનાં પ્રતિબંધ ઉઠાવી લેવાની માંગને મતદાન ઉપર લઇ બહુમતી મેળવી પ્રેક્ષક ગેલેરી ખોલાવવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડનં. ૩ના કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની યાદી મુજબ .. તાઃ ૧૯/૪/૧૮ના મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ (સામાન્ય સભા) છે. લાંબા સમયથી રાજકોટના પ્રથમ નાગરિક ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે (મેયરશ્રી) બોર્ડ દરમ્યાન બોર્ડની કામગીરી નિહાળવા આવતા પ્રેક્ષકો (આમ પ્રજા) માટે જ બનાવેલી પ્રેક્ષક ગેલેરી ઉપર પ્રતિબંધ યથાવત રાખવાની જાહેરાતથી હોબાળો થયો છે. અને રાજકરણ ગરમ બન્યું છે. કેમકે, મેયરશ્રીના પ્રેક્ષકોને અળગા રાખી પ્રેક્ષક ગેલેરીને તાળાનો નિર્ણય ગેરબંધારણીય છે .. હક્ક માટેની લડાઇનો અવાજ બુલંદ બન્યો છે.

રાજયમાં ભય,ભુખ અને ભ્રષ્ટાચાર મુકત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ખુદ ભાજપના મેયર ડો. જૈમનભાઇને કોંગ્રેસી કાર્યકરોના ડરથી તાળાં ખોલતા બીક લાગે છે અને કોંગ્રેસી કાર્યકરો પ્રેક્ષક ગેલેરીમાં તોફાન કરે છે તે બેબુનિયાદ કારણીથી પ્રેક્ષક ગેલેરી બંધ છે બોર્ડમાં વીજીલન્સ પોલીસ કાર્યકરોને ગીરફતાર કરી શકે છે પાડાને વાંકે પખાલી ને ડામની જેમ પ્રેક્ષકોને બાનમાં લઇ પ્રેક્ષકગેલેરીને તાળાં શા માટે?

આ બાબતે કોઠારીયા કોલોની યુવા ગૃપ દ્વારા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગાંધીનગર રજુઆતો કરવામાં આવી હતી જેમાં મોટી વિડીયો સ્ક્રિન ગોઠવી બોર્ડમાં ચાલતી કામગીરીનું લાઇવ પ્રસારણ સામાન્ય જનતા નિહાળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા રજુઆત થયેલ આ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઇ- કોર્પોરેટર, સિનિયર સિટીજન્સો, મતદાર એકતા સંઘની રજુઆતો બાદ પણ મેયર મનમાની કરી પ્રેક્ષક ગેલેરી ખોલતા નથી ત્યારે હવે વોર્ડનં. ૩ ના કોર્પોરેટર તરીકે દિલીપભાઇએ સાથી કોર્ર્પોરેટર અતુલ રાજાણી (દંંડકક-મનપા)ના ટેકાથી અર્જન્ટ દરખાસ્ત કરવા અને પ્રેક્ષક ગેલેરીના મુદ્દે બોર્ડમાં મતદાન કરાવી ન્યાય મેળવાશે તેમ યાદીના અંતે જણાવાયું છે.(૪.૨૦)

 

(4:08 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST