Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આજી નદીનું શુધ્ધિકરણ - રામનાથ મંદિર ઘાટ સ્વચ્છ થશેઃ વિજયભાઇ રૂપાણી

મ્યુનિ. કોર્પોરેશન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહિવટી તંત્ર, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુકત ઉપક્રમે રૂ. ૨૫૬ કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્તો તથા લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયા

રાજકોટ તા. ૧૬ : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા રાજકોટ શહેરી વિકાસ સતામંડળના સંયુકત ઉપક્રમે ગઇકાલે રૂ.૨૫૬ કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોના ખાતમુહુર્ત તથા લોકાર્પણ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થ્તિ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, 'જયાં માનવી, ત્યાં સુવિધા'એ સુત્રને અનુસરીને સરકાર લોકોને રસ્તા, ગટર, લાઈટ, પાણી જેવી પાયાની સુવિધા ઉપરાંત જનતાની ભાવિ પેઢીના વિકાસ માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સાયન્સ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતને બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, ગુજરાતનું બાળક મોટું થઇને વૈજ્ઞાનિક, ખગોળશા સ્ત્રી કે રમતવીર બને તેમજ દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે, તે દિશામાં રાજય સરકાર આ સુવિધાઓ આપી રહી છે.

વિશેષમાં, રાજકોટ શહેર રહેવા અને માણવા લાયક બને તે દિશામાં રાજકોટમાં નવું એરપોર્ટ, નવું બસ સ્ટેન્ડ, નવું રેસકોર્ષ તથા નવી જી.આઈ.ડી.સી. આકાર લઇ રહી છે તેની સાથોસાથ નવા રેસકોર્ષમાં ૧૦ એકર જગ્યામાં નવું તળાવ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે, ગુજરાતમાં પાણીની તકલીફ ન પડે તે માટે સરકાર સતત કાર્યશીલ છે. ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે આગામી ૧ મે થી ૩૧ મે દરમ્યાન 'જળ અભિયાન'નો પ્રારંભ થશે. જેમાં, તળાવો ઊંડા કરવા, ચેકડેમો રિપેર કરવા, નદીઓને સ્વચ્છ બનાવવી, ખેત તલાવડીઓ બનાવવી, જેવી જળસંગ્રહની અનેક કામગીરીઓ સરકાર દ્વારા સંસ્થાઓ, જનતા નગરપાલિકા અને મહાનગરપાલિકાના સહયોગથી રાજયભરમાં કરવામાં આવનાર છે.

શહેરના પ્રાચીન એવા રામનાથ મહાદેવ મંદિરમાં આજી નદીનું ગંદુ પાણી ન જાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.  ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો રૂ.૮૦૦ કરોડનો ડીસેલીનેશન પ્રોજેકટ જોડિયા જામનગર પાસે કાર્યરત થનાર છે.

મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ, ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેરને ૨૫૬ કરોડના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થયા છે. તે ઐતિહાસિક ઘટના છે.

આ પ્રસંગે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સચિવ ડી. ડી. કાપડિયા, રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ ધનંજય દ્વિવેદી,  દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ વોર્ડના હોદેદારો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ. શિશુકલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ કમિટી ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડ્રેનેજ કમિટી ચેરમેન દેવરાજભાઈ મકવાણા, હાઉસિંગ કમિટી ચેરમેન કિરણબેન સોરઠીયા, બાંધકામ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણીએ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરેલ.

કાર્યક્રમના અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે આભારવિધિ કરેલ. અંતમાં, મુખ્યમંત્રીએ ફલેગ ઓફ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડ્રેનેજ તેમજ ફાયર બિગ્રેડના વાહનોની અર્પણવિધિ કરેલ હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ. તેમજ આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, અનુસુચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સચિવ ડી. ડી. કાપડિયા, રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ ધનંજય દ્વિવેદી, રાજકોટ મહાનગરપાલિકાની શિશુકલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ કમિટી ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડ્રેનેજ કમિટી ચેરમેન દેવરાજભાઈ મકવાણા, હાઉસિંગ કમિટી ચેરમેન કિરણબેન સોરઠીયા, બાંધકામ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, માર્કેટ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૧૦ કોર્પોરેટર બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, અનિલભાઈ લિંબડ, વોર્ડ નં.૧૦ પ્રભારી ડો. માધવભાઈ દવે, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, રઘુવંશી અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, હસુભાઇ ભગદેવ, શહેર ભાજપ ઉપપ્રમુખ, સંગીતાબેન છાયા, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, મનીષભાઈ રાડીયા, અશ્વિનભાઈ મોલીયા, અજયભાઈ પરમાર, બાબુભાઈ આહીર, પરેશભાઈ પીપળીયા, રૂપાબેન શીલુ, વિજયાબેન વાછાણી, શિલ્પાબેન જાવિયા, દુર્ગાબા જાડેજા, અનિતાબેન ગોસ્વામી, અંજનાબેન મોરઝરીયા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, કિરણબેન માંકડિયા, પૂર્વ ડે. મેયર માવજીભાઈ ડોડીયા, પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ ચૌહાણ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડે. કમિશનર જાડેજા, નંદાણી તથા રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.૨૬)

'જલ અભિયાન'ની વિશેષતાઓ

રાજકોટ : મે માસમાં જલ અભિયાન અન્વયે જળસંગ્રહની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાની મુખ્યમંત્રી દ્વારા ગઇકાલે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૧ હજાર તળાવો ઉંડા કરાશે, ૩૪ નદીઓ પુનઃ જીવિત કરાશે, નવી ખેત તલાવડીઓ નિર્માણ કરાશે, નદીઓ સ્વચ્છ કરાશે, ચેકડેમો રીપેર કરાશે

(4:07 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST