News of Monday, 16th April 2018

શાસ્ત્રી મેદાન પાસે પરપ્રાંતિય યુવાનને બે રિક્ષાચાલકે છરીથી ઘાયલ કરી લૂંટી લીધો

ભમ્મરસિંગ પરમાર વતન જવા નીકળ્યો ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૬: લોધીકાના વાગુદળ ગામે પુનાભાઇની સાઇટ પર રહી મજૂરી કરતો ભમ્મરસિંગ ફુલસિંગ પરમાર (ઉ.૨૫) નામનો મુળ મધ્યપ્રદેશનો યુવાન સવારે શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા બે રિક્ષાચાલકે છરીથી ઇજા કરી તેનો થેલો લૂંટી લેતાં આ યુવાન સારવાર માટે દાખલ થયો હતો.

ભમ્મરસિંગ સિવિલ હોસ્પિટલે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. ભમ્મરસિંગના કહેવા મુજબ પોતાને વતન જવું હોઇ શેઠ પાસેથી પૈસા લઇને નીકળ્યો હતો. શાસ્ત્રીમેદાન બસ સ્ટેશન પાસે પહોંચ્યો ત્યારે રિક્ષાચાલક સહિત બે શખ્સે જે હોય તે આપી દેવા કહી છરીથી ઇજા કરી પોતાની પાસેના રૂ. ૨૦૦ રોકડા, એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, કપડા, બે મોબાઇલ ફોન સાથેનો થેલો લૂંટી ભાગી ગયા હતાં. બાદમાં પોતે શેઠ પાસે ગયો હતો અને સારવાર માટે દાખલ થયો હતો. (૧૪.૧૯)

(4:04 pm IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST