Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જે ભકતના હૃદયમાં ભગવત નામ રહેશે તેનું કદાપી પતન નહી થાયઃ પૂ. દિપશીખા વહુજી

રાજકોટ :. શ્રી મદનમોહનજી હવેલી ટ્રસ્ટ (કામવન) આયોજીત અને વ્રજધામ ગ્રુપ રાજકોટ સંચાલીત શ્રી વલ્લભાખ્યાન કથાના છેલ્લા દિવસે શ્રી દિપશીખા વહુજીએ જણાવેલ કે શ્રી મહાપ્રભુજીના બંને લાલજી શ્રી ગોપીનાથજી બલદેવજી સ્વરૂપે અને શ્રી વિઠલનાથજી શ્રી કૃષ્ણ સ્વરૂપે છે. જે ભકતના હૃદયમાં ભગવત નામ રહેશે તેનું કદાપી પતન નહી થાય અને રામાયણનું સુંદર દ્રષ્ટાંત આપતા જણાવેલ કે રામનામ વાળા પથ્થરો પણ તરેલ. શ્રી કૃષ્ણ શ્રી ભાગવતજીનું મુળ તત્વ છે જે આધી-વ્યાધી દૂર કરનાર છે. પતિવ્રતા પત્નિ પોતાના ધણી પાસે જ ભાવ પ્રગટ કરે છે. ચરણાંટ કોઇ યુગમાં વ્રજમાં રહેલ. શ્રી ગુસાઇજી નવરંગ નાગર અને ચર્તુશિરોમણી હતાં. શ્રી પુષ્ટિભકિતમાં ર૮ તત્વનું ફલ પ્રાપ્ત થાય છે. હારે આજે શ્રી વલ્લભને દ્વારે આનંદ અપાર રે પ્રગટયા શ્રી વિઠ્ઠલનાથજી વકતાએ શ્રી ગુસાઇજીના જન્મોત્સવ પ્રસંગમાં જણાવેલ કે શ્રી વિઠ્ઠલના શરણમાં બધા દોષો નષ્ટ થાય છે. જન્મોત્સવમાં સૌભાગ્ય સુંદરીઓનું વર્ણન કરેલ. શ્રી મહાપ્રભુજીએ પુત્રના જન્મની ખુશીમાં પધારેલ સર્વને ભકિતનું સવંદાન તેમજ ભેટ આપેલ. મનની ઉદારતા રાખવાથી ધનની તેમજ ભાવની વૃધ્ધિ થાય છે. કથાના વિરામ પહેલા મનોરથીઓ, સહયોગીઓ, વ્રજધામ ગ્રુપના સર્વે કાર્યકરો-સભ્યોનું ગો. ૧૦૮ શ્રી અનિરૂધ્ધજી મહોદયશ્રી દ્વારા ઉપરણા તેમજ સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવેલ. (પ-પ૩)

(4:03 pm IST)