Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આગલોડ મુકામે પ.પૂ.યોગદિવાકર આ.ભ.શ્રી. વિજય આનંદધનસુરીશ્વરજી મહારાજાની

ગુરૂમુર્તિ - ચરણ પાદુકાની સ્મૃતિ મંદીર તથા સમાધી મંદીરમાં પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી પ્રારંભ

 રાજકોટઃ તા.૧૬: આગલોડના પ્રાંગણમાં પ.પૂ. યોગદિવાકર આ.ભ.શ્રી વિજય સુરીશ્વરજી મહારાજની ગુરૂમુર્તિ તેમજ ચરણ પાદુકાની સ્મૃતિ મંદીર તેમજ સમાધિ મંદીરમાં પ્રતિષ્ઠા મહામહોત્સવનો કાલથી પ્રારંભ થઇ રહયો છે.

 આ પ્રસંગે કાલે સવારે ૯:૩૦ કલાકે પંચકલ્યાણક પુજા તથા બપોરે ૧૨.૩૯ કલાકે માણિભાદ્ર ઇન્દ્ર મહારાજનું વિશિષ્ટ મહાપુજન યોજાશે. બુધવારે  સવારે ૧૦ કલાકે નવપદજીની પુજા તથા ગુરૂવારે સવારે ૮:૩૦ કલાકે શ્રી ગુરૂપાદુકા, ધ્વજ દંડથ કળશ તથા ચૈત્ય અભિષેક યોજાશે. તથા  બપોરે ૧૨:૩૯ કલાકે શ્રી નવગ્રહ, દશદિકપાલ, અષ્ટમંગલ તથા પાટલા પુજન કરવામાં આવશે.

 જયારે શુક્રવારે તા.૨૦ના રોજ સવારે ૬:૩૦ કલાકે શ્રી ગુરૂમુર્તિ તેમજ ગુરૂપાદુકાની મહામંગલકારી પ્રતિષ્ઠા તથા ગુરૂ મંદીરમાં ધ્વજા રોહણ કરાશે. જયારે રાત્રે ૯:૩૦ કલાકે શ્રી  બૃહદ અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર મહાપુજન યોજાશે.

મહોત્સવના અંતિમ દિવસે તા.૨૧ના રોજ સવારે   ૫:૩૦ કલાકે શ્રી ગુરૂમંદીર ધ્વારોદ્ઘાટન તથા શ્રી વાસુપુજય પ્રભુજીની વર્ષગાંઠ  ઉજવાશે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓને ઉપસ્થિત રહેવા સંઘ તરફથી ભાવભર્યું આમત્રંણ પાઠવાયું છે. (૪૦.૩)

 

(2:45 pm IST)
  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST