Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઇ-ચલણ કામગીરી અંતર્ગત વાહન વેંચનારે નામ ટ્રાન્સફર કરાવી લેવું

અન્યથા મેમો વાહન વેંચનારના નામે મોકલાશેઃ એસીપી ટ્રાફિક

રાજકોટ તા. ૧૬: ટ્રાફિક શાખાના એસીપી જે. કે. ઝાલાએ યાદીમાં જણાવ્યું છે કે ઇ-ચલણની કામગીરી અંતર્ગત ટુવ્હીલર અને ફોરવ્હીલર કે જે વેંચાણ થયેલા હોઇ અને માલિક દ્વારા આ વેંચાયેલા વાહનો વાહન ખરીદનારના નામે ટ્રાન્સફર થયા નહિ હોય તો જે તે અંગે તાકીદે કાર્યવાહી કરી વેંચાણ કરનારે ખરીદનારના નામે કરી દેવા. જો વેંચનાર દ્વારા વાહનનું નામ ટ્રાન્સફર કરવામાં નહિ આવે તો તેઓને ઇ-ચલણના મેમોનો દંડ ભરપાઇ કરવાનો રહેશે. અથવા તો વાહન વેંચનારને મેમો પહોંચાડી દંડ ભરાવવાની જવાબદારી પણ વાહન વેંચનારની રહેશે. (૧૪.૧૨)

(2:00 pm IST)