Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વકિલ સંજય પંડિત વિરૂધ્ધની અરજી પાછી ખેંચી લેજે નહિતર ટાંટીયા તૂટી જશેઃ પ્રકાશ સિંધીને બુકાનીધારી શખ્સોની ધમકી

સિંધી યુવાને બાર કાઉન્સીલમાં કરેલી ફરિયાદનો ખાર રાખી સતત હેરાનગતિઃ એક મહિનામાં બબ્બે વખત રસ્તામાં આંતરી ધમકીઓ અપાઇઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૨: જામનગર રોડ પર પરસાણાનગર-૯માં રહેતાં અને સિંધી કોલોનીમાં ફલોર મીલ ચલાવતાં પ્રકાશ ભગવાનદાસ અડવાણી (ઉ.૩૮) નામના સિંધી યુવાને અગાઉ એડવોકેટ સંજય પંડિત વિરૂધ્ધ બાર કાઉન્સીલમાં ફરિયાદ અરજી કરી હોઇ તે પાછી ખેંચી લેવાનું કહી બે બુકાનીધારી શખ્સોએ પ્રકાશને રસ્તામાં રોકી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે પ્રકાશ અડવાણીની ફરિયાદ પરથી બે અજાણ્યા બુકાનીધારી શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રકાશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા માતા-પિતા સાથે રહુ છું અને ઝુલેલાલ મંદિર પાસે જયશંકર નામે ફલોર મીલ ચલાવુ છું. પાંચેક દિવસ પહેલા હું પરસાણાનગરમાં આવેલા સંત નિરંકારી ભવન પાસે ચાલીને જતો હતો ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતાં અને ઉભો રાખી ગાળો દઇ કહેલ કે સંજય પંડિત વિરૂધ્ધ બાર કાઉન્સીલમાં કરેલી અરજી પાછી ખેંચી લેજે નહિતર તારા ટાંટીયા તૂટી જશે. આમ કહી બંનેને બેફામ ગાળો ભાંડી હતી અને બે ઝાપટો મારી દીધી હતી. તેમજ તને મારી નાંખવો છે તેમ કહી વધુ ધમકી આપી હતી.

હું ગભરાઇ જતાં ઘરે ગયો હતો પણ કોઇ હાજર ન હોઇ મેં મારા કાકા દિલીપભાઇ આસવાણીને ફોન કરી વાત કરી હતી. તેમજ મારા મિત્ર ચંદ્રેશભાઇને પણ જાણ કરીહ તી. એ પછી મારા પિતા ભગવાનદાસ ઘરે આવતાં મેં તેને પણ જાણ કરી હતી. અગાઉ મેં બાર કાઉન્સીલમાં વકિલ સંજય પંડિત વિરૂધ્ધ અરજી કરી હતી. જે બાબતે આજથી એકાદ મહિના પહેલા પણ મને જામનગર રોડ સાંઢીયા પુલ પાસે અયપ્પા મંદિર નજીક બે અજાણ્યા માણસોએ રાત્રીના સાડા અગિયારેક વાગ્યે અટકાવી સંજય પંડિત વિરૂધ્ધની અરજી પાછી ખેંચી લેવા કહી મારી નાંખવાની ધમકી આપી હતી.  બંને શખ્સો નંબર વગરના બાઇક પર આવ્યા હતાં.

ઉપરોકત ફરિયાદ પરથી પી.આઇ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ આર. અને. હાથલીયાએ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પ્રકાશના કહેવા મુજબ અગાઉ એક ફેમિલી મેટરમાં વકિલ તરીકે મેં સંજય પંડિતને રાખેલ. પણ બાદમાં તેણે મારા સામા પક્ષની પણ વકિલાતનું કામ કરતાં મેં તેના વિરૂધ્ધ બાર કાઉન્સીલમાં ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી ધમકીઓ અપાય છે. (૧૪.૯)

(1:59 pm IST)
  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST