News of Monday, 16th April 2018

'વિલીયમ શેકસપીયર' પુસ્તકનું વિમોચન

 સીસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી સાહિત્યના મહાન લેખક વિલિયમ શેકસપીયરની ૪૦૦ મી પૂણ્યતીથીની ઉજવણીના ઉપક્રમે તૈયાર કરાયેલ હસ્તલિખિત અંક 'વિલિયમ શેકસપીયર' નું વિમોચન તાજેતરમાં સૌ.યુનિ. અંગ્રેજી વિભાગના વડા ડો. જયદીપસિંહજી ડોડીયાના હસ્તે કરાયુ હતુ. કાર્યક્રમના પ્રારંભે અંકનિર્માણની પૂર્વભુમિકા અને અતિથિઓનો પરીચય સિસ્ટર નિવેદીતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક દીપકભાઇ જોશીએ આપેલ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

(1:59 pm IST)
  • સુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • આઈડિયા સેલ્યુલર મોબાઈલના વિસ્તાર માટે આદિત્ય બીઓર્લાં ગ્રુપ 1 બિલિયન ડોલર 7000 કરોડ ઉભા કરશે access_time 10:50 pm IST