News of Monday, 16th April 2018

'ચિત્કાર'ના કલાકારો રોટરી લાયબ્રેરીની મુલાકાતે

 ગુજતરાતી ફિલ્મ 'ચિત્કાર' ના કલાકાર હિતેનકુમાર અને સુજાતા મહેતા તાજેતરમાં ફિલ્મ પ્રમોશન અંતર્ગત રાજકોટ આવેલ તે દરમિયાન રોટરી મીડટાઉન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. લાયબ્રેરીમાં પુસ્તક, સામયીકો, સીડી, ડીવીડીની અત્યાધુનીક વ્યવસ્થા નિહાળી પ્રભાવિત થયા હતા. આ મુલાકાત સમયે રોટરી લાયબ્રેરીના પ્રોજેકટ ચેરમેન દિવ્યેશભાઇ અધેરા તેમજ લાયબ્રેરીના સભ્ય વાચકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:57 pm IST)
  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST