News of Monday, 16th April 2018

લાંચ કેસમાં સાતડા દૂધ મંડળીના મંત્રીએ એસીબીમાં રાજકોટ ડેરીનો બોગસ ઓફિસ ઓર્ડર રજૂ કર્યો !

સંઘના બનાવટી લેટરપેડ ઉભુ કરી અધ્યક્ષની સહી કરી નાખીઃ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાની પોલીસ કમિશ્નરને અરજી

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી)ના કથીત લાંચ પ્રકરણમાં ડેરીના કેમીસ્ટ સાજન ગધેથરીયા સામે નોંધાયેલ કેસમાં રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘના બનાવટી લેટરપેડ ઉપર બોગસ ઓફિસ ઓર્ડર ટપાલ મારફત રજૂ થયાની ફરીયાદ નોંધાયેલ. આ ગંભીર પ્રકરણની તપાસ કરી રાજકોટ ડેરીના નામે બોગસ ઓર્ડર રજુ કરનાર તત્વો સામે ફોજદારી ગુન્હો દાખલ કરી પગલા ભરવા માટે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન ગોવિંદભાઈ શામજીભાઈ રાણપરીયાએ પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી છે.

આ મામલે રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યુ છે કે, કથિત લાંચ કેસમાં એન્ટીકરપ્શન બ્યુરોના તપાસનીસ અધિકારી સમક્ષ સાતડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ઉદેશીને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી.ના બોગસ લેટરપેડ ઉપર તા. ૨૨-૩-૨૦૧૮ના રોજ રાજકોટ ડેરીના મેનેજીંગ ડીરેકટરને ઉદેશીને અધ્યક્ષે લખેલો બોગસ ઓફિસ ઓર્ડર રજુ કરેલ છે.

હકીકતે એ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર સમક્ષ રજુ થયેલો તા. ૨૨-૩-૧૮નો ઓફિસ ઓર્ડર સંપૂર્ણ બોગસ અને બનાવટી છે આવો કોઈ પત્ર રાજકોટ ડેરીમાંથી સાતડા મહિલા દૂધ ઉત્પાદક મંડળીને મોકલાવેલ નથી, ઓફિસ ઓર્ડરમાં દર્શાવેલ લેટરપેડ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી.ના નામનું બોગસ અને બનાવટી ઉભુ કરેલ છે અથવા તો ઝેરોક્ષમાંથી બનાવેલ હોય તેવુ લાગે છે તેમજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના અધિકૃત આઉટવર્ડ નંબર પણ નથી લેટરમાં જે ગુજરાતી ફોન્ટ (અક્ષર)નો ઉપયોગ થયેલ છે તે કચેરીના ઉપયોગમાં લેવાતા નથી. આ ઉપરાંત પત્રમાં દર્શાવેલ કાર્યપ્રણાલી પણ રાજકોટ ડેરીમાં નથી.

આ પત્રમાં ઓફિસ ઓર્ડરનો શબ્દપ્રયોગ થયેલ છે જોતા સંઘની કાર્યપ્રણાલી મુજબ ઓફિસ ઓર્ડર મેનેજીંગ ડીરેકટરની સહીથી નીકળતા હોય છે જ્યારે આ ઓર્ડરમાં અધ્યક્ષની સહી કરવામાં આવી છે અને તે પણ બોગસ સહી હોય અથવા તો સ્કેન કરેલ હોવાનું જણાય છે. આમ એન્ટીકરપ્શન બ્યુરોમાં સાતડા મહિલા દૂધ મંડળીના મંત્રીએ બોગસ ઓફિસ ઓર્ડર રજુ કર ગુનાહીત કૃત્ય કર્યાનું સ્પષ્ટ ફલીત થાય છે.

આ કેસમાં આરોપી પાસેથી બોગસ ઓફિસ ઓર્ડરની ઓરીજનલ કોપી કબ્જે કરી તેના લેટરપેડ, ગુજરાતી ફોન્ટ, સહી વિગેરે બોગસ હોય આવુ બોગસ સાહિત્ય રજુ કરી તપાસ ગેરમાર્ગે દોરવાનું કાવત્રુ રચનાર તેમજ તેને સહયોગ કરનાર તમામ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરવા રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ પોલીસ કમિશનર  સમક્ષ ફરીયાદ કરી છે.(૨-૧૨)

(1:57 pm IST)
  • દૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST