News of Monday, 16th April 2018

રૈયાધાર સ્લમ કવાટરમાં રમેશ મકવાણા પર બે સાળાનો હુમલો

પત્ની રીસામણે હોઇ, તેનો ખાર રાખી રાજુ અને અનિલે હુમલો કર્યો

રાજકોટ તા.૧૬ : રૈયધાર સ્લમ કવાટરમાં પત્ની આઠ મહિનાથ રીસામણે હોઇ  તે બાબતનો ખાર રાખી વણકર યુવાન પર તેના બે સાળાએ લાકડી વતી માર માર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાટરમાં રહેતો રમેશ હાજાભાઇ મકવાણા (ઉ.વ.૩૦) ગઇકાલે પોતાના ઘર પાસે હતો. ત્યારે મોચીનગરમાં રહેતા તેના સાળા રાજુભાઇ મહેશભાઇ વાઘેલા અને અનીલ મહેશભાઇ વાઘેલાએ આવી ગાળો આપી ઝઘડો કરી ઉશ્કેરાઇને લાકડી વડે માર માર્યોહતો.ઇજા થતા વણકર યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પત્ની આઠ માસથી રિસામણે હોઇ, તે બાબતનો ખાર રાખી સાળા રાજુ અને અનિલે હુમલો કર્યો હોવાુનં ખુલ્યુ છે. આ અંગે યુનિવર્સટી પોલીસે રમેશ વાઘેલાની ફરિયાદ દાખલ કરી એએસઆઇ કે.આર. કાનાબાર તથા બ્રીજરાજસિંહે તપાસ હાથ ધરી છે. (૪.૭)

(1:56 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • વાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST