Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભગવતીપરા અંબિકા પાર્કની ૭ માસની બાળકીનું તાવથી મોત

રાજકોટ તા. ૧૬: ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર પાસે અંબિકા પાર્ક-૨માં રહેતાં દિપકભાઇ ધરજીયા નામના કોળી યુવાનની ૭ મહિનાની દિકરીનું તાવથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

૭ વર્ષની માનસીને ચારેક દિવસથી તાવ આવતો હતો. ગઇકાલે તે બેભાન જેવી થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. વિજયગીરી ચંદ્રગીરીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકીના માતાનું નામ રેખાબેન છે. મૃત્યુ પામનાર માનસી બે બહેનથી નાની હતી.

સંતોષીનગર પાસે કવાર્ટરના પ્રોૈઢનું બેભાન હાલતમાં મોત

રેલનગર સંતોષીનગર પાસે આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં ઇન્દ્રજીતસિંહ ભગવાનશંકર રજપૂત (ઉ.૪૯) ઘરે બેભાન થઇ જતાં સિવ્લિ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

 

(11:51 am IST)
  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST