Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કોઠારીયા સોલવન્ટ પાસે નુરાનીપરામાં અઝીમે સિગારેટ ન આપતાં હનીફે નાક પર ઝીંકી ઝીંકી

રાજકોટ તા. ૧૬: કોઠારીયા સોલવન્ટ પાસેના નુરાનીપરામાં રહેતાં અને ટ્રકમાં કલીનર તરીકે કામ કરતાં અઝીમ રમઝાનભાઇ હિંગોરજા (ઉ.૨૨)ને રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઘર નજીક ઉભો રહી સિગારેટ પીતો હતો ત્યારે આ જ વિસ્તારના અને એક સમયના તેના મિત્ર હનીફ ઉર્ફ દીગુએ આવી સિગારેટ પીવા માંગતા અઝીમે બીજી નથી...તેમ કહી ના પાડતાં હનીફે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી નાક પર છરીનો ઘા ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એફ.આર. રાઠવાએ અઝીમની ફરિયાદ પરથી હનીફ ઉર્ફ દીગુ સામે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ કરી છે. (૧૪.૬)

(11:51 am IST)