Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કોંગો ફિવરના શંકાસ્પદ દર્દી ગોંડલના સુખપરના યુવાનનું રિપોર્ટ પહેલા જ મોત

રાજકોટ તા. ૧૬: ગોંડલ તાબેના નાના સુખપર ગામના યુવાનને કોંગો ફિવરની શંકા સાથે સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ નાના સુખપરના ૩૫ વર્ષના  યુવાનને તાવ આવતાં અને તબિયત લથડતાં ચારેક દિવસ પહેલા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી શનિવારે બપોરે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં કોંગો ફિવર હોવાની શંકા ઉપજતાં તેને સ્વાઇન ફલૂ વોર્ડ પાસેના ખાસ વોર્ડમાં દાખલ કરાયો હતો અને લોહી સહિતના નમૂના લઇ પુના લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. જો કે આ અંગેનો રિપોર્ટ આવે એ પહેલા આ યુવાન રવિવારે સાંજે દમ તોડી દીધાનું જાણવા મળે છે. રિપોર્ટ હજુ ચાર-પાંચ દિવસ પછી આવશે. મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતો હતો. (૧૪.૬)

(11:51 am IST)