Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાજકોટમાં ૯ વર્ષની બાળાને પીંખી નાખીઃ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના હવસખોર કમલેશ ઉર્ફ મુરલી ભરવાડ પર ફિટકારઃ ટીવી જોવાના બહાને રૂમમાં લઇ જઇ નગ્ન ફિલ્મ બતાવી બળાત્કારઃ પંદર દિવસમાં ત્રણેક વખત બળજબરી આચરીઃ બીજા ધોરણમાં ભણતી બાળકીએ ગઇકાલે માતા અને પોલીસ સમક્ષ ખળભળાટ મચાવતી વિગતો વર્ણવીઃ હવસખોર હાથવેંતમાં

રાજકોટ તા. ૧૬: શહેરમાં બળાત્કાર અને સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યની વધુ એક ઘટના બની છે. રૈયા ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતાં ભરવાડ શખ્સે ૯ વર્ષની બાળાને હવસનો શિકાર બનાવી છે. પંદરેક દિવસમાં આ હવસખોરે બાળકીને પોતાના ઘરમાં પુરી મોબાઇલમાં નગ્ન વિડીયો બતાવી ત્રણેક વખત દૂષ્કર્મ ગુજારી તેમજ એક વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની વિગતો સામે આવતાં ખભળાટ મચી ગયો છે. યુનિવર્સિટી પોલીસે બળાત્કાર, પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મહિલા પોલીસને ફરિયાદ સોંપતા આ હવસખોરને સકંજામાં લીધો છે. માસુમ બાળકી સાથે કાળોકામો કરનારા આ શખ્સ પર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે.

ઘટના અંગે યુવિર્સિટી પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૧૦/૧૨ના ખુણે રહેતાં કમલેશ ઉર્ફ મુરલી કાળુભાઇ ભરવાડ નામના ૨૪ વર્ષના શખ્સ સામે આઇપીસી ૩૭૬, ૩૭૭, ૩૫૪, ૩૫૪ (એ) તથા પોસ્કોની કલમ ૬, ૧૦ મુજબ ગુનો નોંધ્યો છે. એફઆઇઆરમાં મહિલાએ જણાવ્યું છે કે હું પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવું છું. પ્રથમ લગ્નથી છુટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતાં. તેના થકી એક દિકરી જન્મી હતી જે નવ વર્ષની છે. હાલમાં પતિ હયાત નથી. મારી દિકરી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

રવિવારે સાંજે પાંચેક વાગ્યે દિકરી ગુમસુમ જોવા મળતાં તેની સાથે કંઇક થયાની શંકા ઉપજતાં ઠપકો આપીને અને સમજાવીને પુછતાછ કરતાં તેણીએ રડતાં-રડતાં વાત કરી હતી કે મુરલીકાકાના ઘરે પોતે ટીવી જોવા ગઇ ત્યારે તેણે રૂમમાં લઇ જઇ મોબાઇલ ફોનમાં ખરાબ વિડીયો બતાવી બાદમાં બળજબરી કરી હતી. પોતે પ્રતિકાર કરતાં તેણે મોઢા પર હાથથી મુંગો દીધો હતો અને ગાલ પર ચુમીઓ ભરવા માંડ્યો હતો.  તેણીએ રાડારાડ કરતાં છોડી દીધી હતી.

મેં મારી દિકરીને વધુ પુછતાછ કરતાં અને અગાઉ કયારેય આવુ થયું છે? તેમ પુછતાં તેણીએ પંદરેક દિવસમાં ત્રણેક વખત આ રીતે મુરલીકાકાએ જબરદસ્તી કરી હોવાનું અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યાનું જાણવા મળતાં મુરલીને ઠપકો આપતાં તે ભાગી ગયો હતો. મારી દિકરીના ભોળપણનો લાભ લઇ તેણે આવુ કર્યુ હોઇ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. બી. જે. કડછા અને ટીમે પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં ગુનો દાખલ કરી હવસખોર કમલેશ ઉર્ફ મુરલી સામે ગુનો નોંધી એફઆઇઆર મહિલા પોલીસને સોંપતા પી.એસ.આઇ. વાય. એમ. લેઉવાએ વિશેષ તપાસ હાથ ધરી છે. હવસખોર કમલેશ ભરવાડ હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે. આ શખ્સ સામે તેના વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે.

બાળાને ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો વધુ વખત જબરદસ્તી કરીશ!

હવસખોર કમલેશ ઉર્ફ મુરલી ભરવાડ તેના ભાઇ અને પિતા સાથે રહે છે અને છૂટક મજૂરી કરે છે. પંદર દિવસમાં ત્રણેક વખત કાળોકામો કરનાર આ ઢગાએ બાળકીને એવી ધમકી આપી હતી કે જો કોઇને વાત કરીશ તો તારી સાથે વધુ વખત આવું કરીશ. આથી ગભરાયેલી બાળાએ માતાને વાત કરી નહોતી. ગઇકાલે તે ખુબ ગભરાઇ ગઇ હોઇ માતાએ પુછતાછ કરતાં કમલેશના કરતૂતોનો ભાંડો ફુટ્યો હતો.

બાળકી જેને 'મુરલીકાકા' કહેતી તેણે જ 'કાળોકામો' કર્યો

ભોગ બનનાર બાળકી હવસખોરને મુરલી કાકા કહીને બોલાવતી હતી. ગઇકાલે માતાને શંકા ઉપજતાં દિકરીને ડારો દઇ પુછતાછ કરતાં તેણીએ મુરલીકાકાએ ન કરવાનું કર્યાની માહિતી વર્ણવતા માતા ચોંકી ઉઠી હતી. આ બાળકીના પિતા હયાત નથી. વિધવા માતા દિકરી સાથે થયેલા આવા કૃત્યથી હેબતાઇ ગઇ હતી. પડોશીઓની સલાહ બાદ પોલીસ ફરિયાદ કરી હતી.

(2:50 pm IST)
  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST