Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોના વાયરસ સંદર્ભે તાલુકા-જીલ્લા કક્ષાની અદાલતોમાં પણ તકેદારીના પગલા લેવા જરૂરી

માત્ર હાઇકોર્ટમાં જ અરજન્ટ મેટરોની સુનાવણી તો નીચેની કોર્ટોમાં કેમ નહિ ? : દિલીપ પટેલ

રાજકોટ, તા. ૧૭ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલો તથા પક્ષકારો માટે હાઇકોર્ટ દ્વારા તા. ૧૬ના સરકયુલર એન.ઓ.સી. ર૬૦પ/ર૦ર૦નો અમલ થવા અંગે કોરોના વાયરસ સંદર્ભે સુપ્રિમ કોર્ટને પત્ર દ્વારા બી.સી.આઇ.ના મેમ્બર દિલીપભાઇ પટેલે જણાવેલ છે.

ગુજરાતની અસંખ્ય ટ્રાયલ કોર્ટોમાં પ્રેકટીસ કરતા વકીલો તથા પક્ષકારો સાથે નામ. હાઇકોર્ટના સરકયુલરથી વકીલો તથા પક્ષકારો સાથે કોરોના વાયરસના સ્વરક્ષણ માટે ઓરમાયું વર્તન કરેલ હોવાનું લાગે છે. નામ. હાઇકોર્ટે જો પોતાના સ્વરક્ષણ માટે માત્ર અરજસ્ટ મેટરો જ કોઇ પણ પબ્લીકની હાજરી વિના સાંભળે તેની સામે કોઇ વાંધો હોય શકે નહીં, પરંતુ છેવાડાનો માનવી અને વધુ પ્રકારની ભીડ દેશની ટ્રાયલ કોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલો તથા સ્ટાફને કોરોના વાયરસનું ઇન્ફેકશન લાગવાની શકયતાઓ નામ. સુપ્રિમ કોર્ટ કે હાઇકોર્ટે કરતા અનેક ગણી વધારે હોય છે. તેમ છતાં ટ્રાયલ કોર્ટમાં રજા આપવા સામે ઉપરની અદાલતો આંખ મીંચામણા કરે છે તેવું લાગે છે.

શું જીલ્લા-તાલુકા અદાલતોમાં વકીલાત કરતા અને કોર્ટમાં નોકરી કરતા સ્ટાફ તથા પક્ષકારોની સલામતી નામ. સુપ્રિમ કોર્ટમાં કે હાઇકોર્ટના જજ કે વકીલ જેટલી જ જરૂરી નથી, વાયરસનો સૌથી વધુ ભય નીચેની અદાલતોમાં રહેલો છે અને પક્ષકારો અને પરચૂરણ કામ માટે નોટરી  કરાવવા માટે સૌથી વધુ અવર જવર જીલ્લા અદાલતોમાં રહેતી હોય છે.

ટુંકમાં નામ. હાઇકોર્ટમાં અરજન્ટ કાર્યવાહી કરવાનો અને અન્ય જે આદેશ તા. ૧૬ ના સરકયુલરમાં ગુજરાત હાઇકોર્ટે કરેલ છે તે જ પ્રકારની કાર્યવાહી કોરોના વાઇરસના સમગ્ર ભારતના લોકોમાં ડરનો માહોલ ફેલાયેલ છે તેની તકેદારી અને સાવચેતીના પગલા રૂપે ગુજરાતની તમામ જીલ્લા-તાલુકા અદાલતમાં પણ અરજદાર, વીટનેશ, વકીલો, સ્ટાફ, જજશ્રીઓમાં આરોગ્યને ધ્યાને લઇ હુકમ કરવામાં આવે તેવી વિનંતી બાર કાઉ. ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલે ચીફ જસ્ટીસ સુપ્રિમ કોર્ટને પત્ર પાઠવીને કરેલ છે.

(4:06 pm IST)