Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

પિતાએ ઠપકો આપતા ફાંસો ખાઇ લેનારા લોહાનગરના પ્રમોદનું મોત

દેવીપૂજક યુવાને ૧૧મીએ ફાંસો ખાધો'તોઃ સારવારમાં મોત

રાજકોટ તા. ૧૭: લોહાનગર મફતીયાપરામાં રહેતાં પ્રમોદ જયંતિભાઇ વાહનકીયા (ઉ.વ.૨૪) નામના યુવાને ૧૧મીએ સાંજે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ સારવાર દરમિયાન ગત રાતે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. કે. એસ. ઝાલા અને સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રમોદ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાનો અને કુંવારો હતો. તે છુટક મજૂરી કરતો હતો. પણ હાલમાં કામે જતો નહોતો. પિતાએ ઠપકો આપતાં માઠુ લાગી જતાં પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

(3:58 pm IST)