Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

હઝરત ગેબનશાહ પીરના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી

રાષ્ટ્રીય કોમી એકતા અને સર્વધર્મ સમભાવ સમારોહને શમા પ્રગટાવી સમારોહને શરૂ કરાયો

રાજકોટ તા. ૧૭ : રાજકોટ શહેરમાં આવેલ હિન્દુ, મુસ્મિલ, શિખ, ઇસાઇ અને સર્વ ધર્મના લોકોની એકતા અને શ્રદ્ધાના પ્રતિક સમા હઝરત ગેબનશાહ પીર (ર.અ.)ના ઉર્ષ મુબારકની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૦ અને ૧૧ માર્ચ ર૦ર૦ ના રોજ બે દિવસ સંપૂર્ણ શાન ઓ શૌકતથી કરવામાં આવી હતી.સૌરાષ્ટ્રના શહેનશા-એ-વલી અલ્લાહ તરીકે ઓખાતા હઝરત ગેબનશાહ પીર (ર.અ.)ના ઉર્ષ મુબારક પ્રસંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત ભરમાંથી બે થી સવા બે લાખ લોકોએ આસ્થા અને અકીદા સાથે દરગાહ ખાતે ઇબાદત, દુઆ-સલામ અને ફાતિહા માટે હાજરી આપી હતી. આ મુબારક પ્રસંગે હઝરત ગેબનશાહ પીર સરકાર (ર.અ.)ના સંદલ શરીફનો કાર્યક્રમ દરગાહ ખાતે યોજાયો હતો જેમાં વહેલી સવારે સંદલ શરીફ અને નોબત પછી દુઆ એ ખૈર અને વૈશ્વિક શાંતી તથા ભાઇચારા માટે દુઆઓ કરવામાં આવેલી. આ મુબારક પ્રસંગે હઝરત ગેબનશાહ પીર સરકાર (ર.અ.)ના સંદલ શરીફનો કાર્યક્રમ દરગાહ ખાતે યોજાયો હતો જેમાં વહેલી સવારે સંદલ શરીફ અને નોબત પછી દુઆ એ ખૈર અને વૈશ્વિક શાંતી તથા ભાઇચારા માટે દુઆઓ કરવામાં આવેલી. આ પછી સાંજે મગરીબની નમાઝ બાદ દરગાહથી નજીક જંકશન ખાતે આવેલ ભાટીયા બોર્ડિંગના ગ્રાઉન્ડમાં તમામ જાતિ જ્ઞાતિના લોકો માટે 'આમ ન્યાઝ' વિજ પુલાવ) પ્રસાદીના ભાગરૂપે તકસીમ કરવામાં આવી હતી.તા.૧૦ મીના રાત્રે કુરાન શરીફની તલાવતથી શરૂ કરી, વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાના પ્રમુખ સ્થાને રાષ્ટ્રીય કોમી એકતા સમારોહ અને સર્વધર્મ સમભાવ સમારોહને શમા પ્રગટાવી જ્ઞાન અને શોકતથી શરૂ કરાયો હતો જેમાં સૈયદ મુન્નાબાપુ (સદર), સૈયદ મીઠુમીયા બાપુ નાગાણી(ગોંડલ) સૈયદ જુસબમીયા બાપુ (જંગલેશ્વર), પુજય શ્રી સ્વામી વેદનિષ્ઠાનંદજી (રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ), યુસુફભાઇ જોહર તથા તેમના સાથીદારો (વ્હોરા સમાજના અગ્રણી), જલમીતસીંગ ધીલોન (પ્રમુખ, સિંધ સભા ગુરૂદ્વાર) અને અયપ્પા ટેમ્પલના હોદેદારો, મુરલીભાઇ દવે, જીતુભાઇ દેસાઇ (જૈન અગ્રણી) વિગેરે જેવા મહાનુભાવોએ હાજરી તથા સમાજને બોધપાઠ આપી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. ભારત દેશની સાથે સાથે વિશ્વ આખુ હાલ કોરોના વાયરસની બિમારીમાં સપડાયું છે. એવામાં લોકોને અલ્લાહ પાક આ બિમારીથી બચાવે અને વિશ્વ આંખામાંથી આ બિમારી નેસ્તો નાબુદ થાય તેવી લોકોના સારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટેની મુબારક દુઆઓ પણ આ તકે કરવામાં આવેલી આ ઉપરાંત હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટમાં રપ વર્ષથી પણ વધુ તન-મન-ધન થી સેવા આપનારા એવા બે બુઝુર્વ મર્હુમ હાજી બાબુ જામમહંમદ દલ (પુર્વ પ્રમુખ) અને મર્હુમ સુલેમાનભાઇ સંઘાર (પૂર્વમહામંત્રી) નું ગત વર્ષ ઇન્તકાલ થતા તેઓએ ખીરાઝ-એ-અકિદત પેશ કરવામાં આવેલ અને તેમના ઇશાલે સવાબ દુઆઓ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવનારા આમંત્રીત મુખ્ય મહેમાનો રેમ્યા મોહનજી મેડમ (કલેકટરશ્રી, રાજકોટ), વરિષ્ઠ મુસ્લિમ અગ્રી જનાબ હાજી યુસુફભાઇ જુણેજા અને દેવાંગભાઇ માંકડ પોતે વ્યસ્તતાના કારણે હાજરી આપી શકેલ ન હોવા છતા ઉર્ષ મુબારક માટે શુભેચ્છાઓ પાઠવેલી હતી  મનોહરસિંહજી જાડેજા (ડી.સી.પી.રાજકોટ) એ હઝરત ગેબનશાહ પીર દરગાહે પ્રાર્થના કરી આશિર્વાદ મેળવી રાજકોટની જનતાને એકતા અને ભાઇચારાનો સંદેશ પાઠવેલો હતો. રાજકોટ મ્યુ.કોપોના ચીફ ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ પણ અતિવ્યસ્તતા વચ્ચે સમય કાઢી હાજરી આપી હતી. ઉપરાંત અતિતિ વિશેષ મહેશભાઇભાઇ રાજપુત, એજાજબાપુ બુખારી, અઝહર બાપુ, આસીફભાઇ સલોત, ઇકબાલભાઇ ભાણુ, અહેસાનભાઇ ચૌહાણ, હબીબભાઇ કટારીયા, હનીફભાઇ દલ (રોયલ રેસ્ટોરન્ટ), રજાકભાઇ જામનગરી, રાજુભાઇ દલવાણી, રાજાકભાઇ હુસેનભાઇ હાલા, ફારૂકભાઇ બાવાણી, સૈયદ અઝહરબાપુ, યુસુફભાઇ દલ(ભીસ્તીવાડ), કાસમભાઇ દલવાણી, હેમભાઇ પરમાર, મહેબુબભાઇ અજમેરી, હારૂનશાહ, શાહમદાર, મકબુલ, દાઉદાણી, જમાલભાઇ જુણેજા, જંકશન પ્લોટ વેપારી એસોસીએશન વિગેરેનાઓએ હાજરી આપી આ મુબારક પ્રસંગને પુરનૂર કરી દીધેલ હતું. આ ઉપરાંત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઇ હાજીબાપુ, જાનમહમંદે ગેબનશાહ પીરની દરગાહમા ાત દિવસ જોયા વગર નિઃસ્વાર્થ સેવા આપતા અને સાફ સફાઇ માટે સતત ખડે પગે રહેતા ગેબી ગ્રુપ-જાકીરભાઇ અને ઇમરાનભાઇ ચૌહાણની ટીમ, જાહીદભાઇ ઘાંચી, ઇસ્માઇલભાઇ ખાટકી, સાજીદભાઇ અને રોશનબેન વિગેરેનાઓનું સ્ટેજ ઉપર સન્માન કાયું હતું.આ કાર્યક્રમના ઉદબોધક અને સંચાલક એવા રહીમભાઇ સોરા (મહામંત્રી, હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટ) એ કોમી એકતા અને ભાઇચારાની શાયરીઓ અને બૌધ્ધિક ટીપ્પણીઓથી બધાને ખુશ કરી દીધા હતાં. હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ, રાજકોટનો વાર્ષિક અહેવાલ અને ભવિષ્યમાં પ૦ વિદ્યાર્થીઓ રહી શકેતેવી હોસ્ટેલ અને નવી મસ્જિદના પ્લાન અંગેની વિગતો રમીઝભાઇ સાદતભાઇ સિંધી (પબ્લીક પ્રોસીકયુટર) એ લોકોને આપેલ હતી. હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફની બાજુમાં આવેલ બંધ શેરીની ૬રર વાર જગ્યા કે જે સને ર૦૦૦ માં આ દરગાહ શરીફ ટ્રસ્ટને ફાળવાઇ ગઇ હતી અને પછી આખો મામલો બેચરાઇ ગયો છે એવામાં આ બાબતે રાજકોટના રાજકીય આગેવાનો રસ લઇ આ અંગે સુખદ સમાધાન કરાવી આપે તેવી લાગણી અને માંગણી પણ આ તકે અહીથી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના હોય અને આ સ્થળ હિન્દુ-મુસ્લિમની એકતાના પ્રતિક સમાન ધર્મસ્થાન હોય એવામાં આ જગ્યા જો હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટને નિર્વિવાદીત પણે આપવામાં આવે તો અહીં વિશાળ શૈક્ષણીક સંકુલ અને બ્લડ બેંક બનાવવાનો ઇરાદો પણ ટ્રસ્ટ દ્વારા વ્યકત કરાયો છે. આ તકે જનાબ મજીદભાઇ પટણી દ્વારા આભારવિધી કરવામાં આવેલી હતી. આ આખા કાર્યક્રમને  સફળ બનાવવા પ્રમુખ યુસુફભાઇ હાજીબાબુભાઇ જાનમહંમદ દલ, હાજી મોહંમદ બશીરબાપુ એ. બુખારી (જોઇન્ટ સેક્રેટરી), હાજી ઇકબાલભાઇ બેગ મીરજા (ટ્રસ્ટી), રહીમભાઇ સોરા (મહામંત્રી), હાજી સુલેમાનભાઇ જુણેજા (માજી સરપંચ - માલીયાસણ), હાજી બાબુભાઇ વિશળ, તૈયબભાઇ ભાણુ,  હાસમભાઇ સુમરા, રમીઝભાઇ સિન્ધી અને વલીયન્ટર્સે ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ ગુજરાતના મશહુર કવ્વાલ જનાબ અનીશ નવાબનો કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકો ઝૂમી ઉઠયા હતા અને આ જલ્સો માણવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. બાદ રાત્રે જશ્ને 'હઝરત ગેબનશાહ પીર કોન્ફરન્સ' નું આયોજન કરાયુ હતું. જેમાં અઝીમોશાન તકરીર રાખવામાં આવેલ અને તેની માટે ખાસ હઝરત અલ્લામાં વ મૌલાના સૈયદ સબાહત હુસેન સાહબ (મુરાદાબાદી) ને ખાસ દિલ્હીથી આમંત્રીત કરાયા હતાં. આ કોન્ફરન્સની શરૂઆત શાયરે ઇસ્લામ રીયાઝ દહેલ્વી સાહબ (દિલ્હી)ના શાયરો કલામથી કરવામાં આવી હતી.  આ ઉપરાંત આ કોન્ફરન્સમાં ગુલામગૌસ અલ્વી સાહબ ધોરાજી, સૈયદ સિકંદરબાપુ કાદરી, સૈયદ મહેબુબબાપુ કાદરી, સૈયદ બરકતશાહબાપુ કાદરી, સૈયદ વઝીરઅલીબાપુ, મૌલાના અકરમબાપુ, સૈયદ સિકંદરબાપુ કાદરી ભગવતીપરા વાલે, સૈયદ જુસબમીયા બુખારી, સૈયદ મુન્નાબાપુ અનેસૈયદ મીઠુમીયાબાપુ નાગાણી વિગેરેનાઓએ  હાજરી આપી હતી. અહેસાનભાઇ ચૌહાણે હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટના નવ નિયુકત પ્રમુખ યુસુફભાઇ હાજીબાબુભાઇ જાનમહંમદની ટ્રસ્ટમાં  અને ઉર્ષના મૌકે પ્રશંસનીય કામગીરી, પારદર્શક વહીવટ અને કુશળ સંચાલનને બિરદાવવા શિલ્ડ (સન્માન પુષ્પ) અર્પણ કરેલ હતું. બે દિવસ સુધી  આ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફના ઉર્ષમાં ખડે પગે રહેનાર અને સતત મદદરૂપ થનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તથા રાજકોટ મહાનગર પાલીકાના ફાયર વિભાગના કર્મચારીઓ અને વોલીયન્ટર્સનો હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઇ હાજીબાબુભાઇ જાનમહંમદભાઇ દલ અને તમામ ટ્રસ્ટીઓએ આભાર વ્યકત કરેલ.

(3:43 pm IST)