Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

રાજકોટના બ્રહ્મસમાજ ચોક પાસે રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું :ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો

રાજકોટ :શહેરના બ્રહ્મ સમાજ ચોક સામે રઘુવીર સિલકેશનની બાજુમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું છે ગાંધીગ્રામ પોલીસે ચાર શખ્શોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

       શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી,નાયબ પોલીસ કમિશનર ઝોન-2મનોહરસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ વિભાગ પી, કે, દિયોરાનાએ જુગાર અને પ્રોહીબીશનના કેસો શોધી કઢાવ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ,જે,એમ,ભટ્ટ,અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે રૈયારોડ બ્રહ્મસમાજ ચોક સામે રઘુવીર સિલેક્શન બાજુમાં રહેતા કેશુભાઈ સોલંકીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડવા હોવાની બાતમીના આધારે ચાર શખ્સોને ઝડપી લેવાયા હતા

  ગાંધીગ્રામ પોલીસે કેશુભાઈ ભગવાનજીભાઈ સોલંકી (ઉ,વ, 65 )9રહેરૈયારોડ બ્રહ્મસમાજ ચોક સામે રઘુવર સિલેક્શનની બાજુમાં )ગોરધનભાઈ રાયભાઈ અધોલા (ઉ,વ,58 )(રહે,પોપટપરા શેરી ન,2 રામસીંગભાઈની કેબિનની બાજુમાં ,અર્જુન છગનભાઇ પંચાસરા (ઉ,વ,29) ( રહીમશિવપરા શેરી ન,1 રૈયારોડ અને દિનેશભાઇ ભુપતભાઇ અધોલા (ઉ,વ, 30 )( રહે,રણુજા મંદિર પાસે કોઠારીયા રોડ )ને ઝડપી લઇને ગંજીપાના નઁગ ,52 અને પટના તથા નાલના સહીત રોકડા 10,150નો મુદામાલ જપ્ત કર્યો હતો

 આ કામગીરીમાં પો.સ.ઈ,જે,એમ,ભટ્ટ,પો.હેડ,કિન્

સ,રાહુલભાઈ વ્યાસ,પો.કોન્સ, ધુધલ ,કનુભાઈ બાસિયા ,દિવ્યરાજસિંહ જાડેજા,ગોપાલભાઈ પાટીલ,વનરાજભાઈ લાવડીયા,દિગ્વિજયસબિનહ ગોહિલ,દિનેશભાઇ વહાણિયા અને હિતેન્દ્રસિંહ ઝાલા જોડાયા હતા

(10:47 pm IST)