Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

ગુંદાવાડીમાં શોર્ટ સરકિટથી ફરસાણની દૂકાનમાં આગઃ નાસભાગ

રાજકોટઃ ગુંદાવાડી શેરી નં. ૬માં આવેલી જલરામ ફરસાણ નામની દૂકાનમાં શનિવારે રાત્રે આગ ભભૂકતા નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં બે ફાયર ફાઇટર સાથે પહોંચી આગ કાબુમાં લીધી હતી. આગથી દૂકાનનો તમામ સામાન, કાચો-પાકો માલ, વિજમીટર તેમજ બીજી ચીજવસ્તુઓ બળી જતાં મોટુ નુકસાન થયું હતું. દૂકાન માલિક મનોજભાઇ દ્વારકાદાસ ગણાત્રાના જણાવ્યા મુજબ આગ શોર્ટ સરકીટને કારણે લાગી હતી.

 

(11:16 am IST)