Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સામાકાંઠાના વાંચકો માટે આનંદો...

ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે ટૂંક સમયમાં લાયબ્રેરી કામનો પ્રારંભઃ કોર્પોરેટર મુકેશ રાદડિયાના પ્રયત્નો સફળ

રાજકોટ, તા. ૧૭ :. શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાયબ્રેરીના કામ માટે ગઈકાલે મળેલ બોર્ડમાં મંજુરી મળતા વિસ્તાર વાંચકો માટે આનંદના સમાચાર મળ્યા છે. ટૂંક સમયમાં લાયબ્રેરીના કામનો પ્રારંભ થશે તેમ વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર મુકેશ રાદડિયાએ જણાવ્યુ છે.

 

આ અંગે મુકેશ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, શહેરના સામાકાંઠે વોર્ડ નં. ૬ માં આવેલ ગોવિંદબાગ શાકમાર્કેટ સામે વિશાળ લાયબ્રેરી કુલ ૫ કરોડ, ૩૭ લાખના ખર્ચે અદ્યતન આ લાયબ્રેરી બનશે. સામાકાંઠે રહેતા લતાવાસીમાં ઉત્સાહની લાગણી જોવા મળેલ. આ વિશાળ અદ્યતન લાયબ્રેરી બનવાથી વાંચકોમાં ઉત્સાહ વધશે. વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયા જાહેર નિવેદનમાં જણાવે છે કે આ પ્રશ્ને સતત રજૂઆતનું આ ફળ છે.

જે પ્રજાલક્ષી પ્રશ્ન પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં જ ખાતમુહુર્ત કરાશે અને ઝડપભેર કામ શરૂ થશે તેમ જણાવે છે.(૨-૧૯)

(4:41 pm IST)