Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સિંધી સમાજ સેવા સમિતિ અને રાસલીલા ફેમેલી કબલ દ્વારા

કાલે જંકશન પ્લોટમાં રંગારંગ કાર્યક્રમોની વણઝાર

સિંધી સમાજની એકતા દર્શાવતા કાર- બાઈક રેલી, ટેલેન્ટ શો, મહાપ્રસાદ

રાજકોટ,તા.૧૭ સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનની આવતીકાલે જન્મ જયંતિ છે. ઈષ્ટદેવના જન્મના દિવસને સિંધી સમાજ ચેટીચાંદના નામે થી ઓળખે છે. વર્ષોથી આ ચેટીચાંદના દિવસને સિંધી સમાજ ખુબજ ધામધુમથી ભવ્ય રીતે ઉજવણી કરીને નવા વર્ષ વધાવતા રહે છે.

દર વર્ષની જેમ સિંધી સમાજ સમીતિ તથા રાસલીલા ફેમેલી કલબ દ્વારા ચેટીચાંદના દિવસે સવારથી રાત સુધી વિવિધ કાર્યક્રમો હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવશે. જેમા શ્રી ઝુલેલાલ ભગવાનની મુર્તિને સવારે ૧૦:૩૦ વાગ્યે બાઈક અને કાર રેલીનું આયોજન થયું છે. જે ઝુલેલાલ મંદિરથી શરૂ થઈ પરસાણાનગર, જંકશન, ત્રિકોણબાગ, સદર થઈ ફરી જંકશન પ્લોટ ખાતે સમાપન થશે. સિંધી સમાજની એકતા દર્શાવતી રેલીમાં ખુલ્લી જીપમા શ્રી ઝુલેલાલ ભગવાનની મુર્તિ, રાખવામાં આવશે. ત્યારબાદ જંકશન પ્લોટમાં સિંધી સમાજના બાળકોની ટેલેન્ટ બહાર આવે તેવા હેતુસર સાંજના ૬થી ડાન્સ ટેલેન્ટ શો અને ફેશન શો માં ટીવીમાં દેખાડતા સ્ટાર નાઈટના શો માં વપરાતી લાઈટો જેવી લાઈટો દ્વારા બાળકોનુ સ્ટેજ સજાવવામાં આવેલ છે. સાથોસાથ જંકશનને પણ લાઈટોથી સજાવીને તેનો રંગરૂપ બદલાવવામાં આવેલ છે. સાથોસાથ ડાન્સ ટેલેન્ટ શો અને ફેશન શો માં ભાગ લેનાર દરેક બાળકોને શિલ્ડ અને ભેટ આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના પ્રમુખ લીલારામભાઈ પોપટાણી, કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ક્રિપાલભાઈ કુંદનાણી, જગદિશભાઈ મગનાણી, કુમારભાઈ વાસુદેવાણી, અજીતભાઈ આહુજા, રાધાકિશનભાઈ આહુજા, જયકિશનભાઈ આહુજા, મોહનભાઈ ચૌધરી, મુકેશભાઈ તનવાણી, બીપીનભાઈ મોટવાણી, દુર્ગેશભાઈ ધનકાણી, શ્યામભાઈ ચંદનાણી, જગદિશભાઈ મંદાણા, રાકેશભાઈ ચાંદ્રા, હેમતભાઈ ક્રિષ્નાણી, સુનીલભાઈ બ્રીજલાણી, ઠાકુરભાઈ ખાનચંદાણી, ચંદ્રેશભાઈ પારવાણી, પ્રેમભાઈ તારવાણી, પાવનભાઈ વનવાણી, હરીશભાઈ વાસુદેવાણી, ગંગારામભાઈ માકડીયા, જેઠાભાઈ લાલવાણી, પ્રકાશભાઈ અડવાણી, ચંદુભાઈ લોધાણી, જીતુભાઈ ચંદનાણી, પવન લાખાણી, અશોકભાઈ આસવાણી, રામભાઈ આસવાણી, નિમુભાઈ ક્રિપલાણી અને રાજુભાઈ આહુજા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૧)

 

(4:31 pm IST)