Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કોર્પોરેશનના કલાર્ક કેડરના કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણ મળશે

કર્મચારી પરિષદની રજૂઆતને સફળતા : પદાધિકારીઓનો આભાર માન્યો

રાજકોટ, તા. ૧૭ : ગઇકાલે મળેલ મ્યુનિ. કોર્પોરેેશનના બોર્ડમાં કોર્પોરેશનના હેડ, જુનીયર, સીનીયર કલાર્ક કેડરના કર્મચારીની દરખાસ્તમાં સુધારો કરવામાં આવતા હવે કલાર્કો કેડરના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મળશે તેમ મ્યુનિ. કોર્પોરેશન કર્મચારી પરિષદની યાદીમાં જણાવાયું છે અને કર્મચારી પરિષદે પદાધિકારીઓનો આભાર માન્યો હતો.આ અંગે કર્મચારી પરિષદની યાદીમાં જણાવ્યા મુજબ તા. ર૯ સપ્ટેમ્બર-ર૦૧૭માં સ્ટેન્ડીંગ કમીટીએ જુનિયર-સિનિયર કલાર્કની લાયકાત સુધારો કરતા હાલ ફરજ બજાવતા કર્મચારીઓને અન્યાય થયેલ, પરંતુ કર્મચારી પરિષદ દ્વારા નીતિનભાઇ ભારદ્વાજ તેમજ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય તેમજ સ્ટે. કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ વિસ્તૃત રજૂઆત કરતા તા. ૧૬ માર્ચ ર૦૧૮ના જનરલ બોર્ડની દરખાસ્તમાં સુધારો કરતા જુની લાયકાત ધરાવતા કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થશે તેની જાણ થતાં કર્મચારીઓમાં આનંદ છવાયેલ છે તેમજ કર્મચારી પરિષદે પદાધિકારીઓનો આભાર માન્યો હતો.(૮. ૧૯)

(4:27 pm IST)