Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મામાની દીકરીને બાઇકમાં બેસાડી કેમ લાવ્યો શંકા કરી રમેશભાઇ કોળીનો પગ ભાંગી નાખ્યો

વેલનાથ પરામાં બનાવઃ મુન્નો કોળી અને કાળુકોળી સામે ફરિયાદ

રાજકોટ તા.૧૭: વેલનાથપરામાં 'મારા મામાની દીકરીને બાઇક પર બેસાડીને કેમ લાવ્યો' તેવી શંકા કરી કોળી યુવાનને બે શખ્સો એ ધોકાથી મારમારી પગમાં ફ્રેકચર કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.૧૩માં રહેતા રમેશભાઇ દેવાભાઇ પરમાર (ઉ.વ.૩૬) ગઇકાલે પોતાનું બાઇક લઇને વેલનાથપરામાં રઘુભાઇ વાળાની દુકાન પાસે ઉભા હતા. ત્યારે મુન્નો અરજણભાઇ કોળીના મામાની દીકરી જેમાનસીક અસ્થીર હોઇ તેને ત્યાં ઉભેલી જોતા રમેશભાઇ તેની પાસે જતા મુન્નો અરજણભાઇ કોળી અને કાળુ જીવણભાઇ કોળી (રહે. બંને વેલનાથપરા) રમેશભાઇને જોઇ જતા બંને તેની પાસે જઇને તે કેમ મારા મામાની દીકરીને મોટર સાયકલમાં બેસાડી અહી લાવેલ તેમ કહી શકાંકરી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને મુન્નાએ લાકડાના ધોકો મારતા જમણા પગમાં ફ્રેકચર જેવી  ઇજા કરી નાસી ગયા હતા. બાદ રમેશભાઇ પરમારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે આજીડેમ પોલીસે રમેશભાઇ પરમારની ફરિયાદ પરથી મુન્નો કોળી અને કાળુ કોળી વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ એફ.આર.રાઠવાએ તપાસ આદરી છે.(૧.૧૦)   

(4:27 pm IST)