Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પુનિતનગરમાં વિકાસ કપુરીયાની દૂકાનમાં તોડફોડ કરનાર શખ્સો ઝડપાયાઃ કાન પકડી ઉઠ-બેસ કરી માફી માંગી

તાલુકા પોલીસે કિશન ઉર્ફ કાનો ડોડીયા, દિપક ચોૈહાણની આકરી પુછતાછઃ સગીર સામે પણ પગલા લેવાયા

પકડાયેલા બંને શખ્સો કિશન ઉર્ફ કાનો અને દિપક તથા બંનેને પુનિતનગરમાં વિકાસ પટેલની દૂકાન સામે જ ઉઠક-બેઠક કરાવાઇ હતી તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં પેંડાના એક સમયના સાગ્રીત સહિતના શખ્સોએ લેઉવા પટેલ યુવાનની દૂકાનમાં તોડફોડ કરી ગૂંડાગર્દી આચરી ખૂનની ધમકી આપી હતી. હોળીની રાત્રે આ પટેલ યુવાનની દૂકાનના બોર્ડમાં ગઢવી શખ્સે તોડફોડ કરી હોઇ તેની ફરિયાદ નોંધાવી હોવાથી ખાર રાખી હુમલો કરાયો હતો. આ ગુનામાં તાલુકા પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીને દબોચી લઇ વિસ્તારમાં લઇ જઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. દૂકાનદાર તથા અન્ય લોકોની આ શખ્સોએ હાથ જોડી માફી માંગી હતી. તેમજ કાન પકડી ઉઠક-બેઠક કરી હતી. પોલીસની આ આકરી કાર્યવાહના દ્રશ્યો જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

પુનિતનગર ૮૦ ફુટ રોડ પર રહેતાં વિકાસ વિરજીભાઇ કપુરીયા (પટેલ) (ઉ.૨૧)ની દૂકાનમાં ચાર શખ્સોએ તોડફોડ કરી તેને મારી નાંખવાની ધમકી આપતાં ગુનો નોંધાયો હતો. પાઇપ-ધોકાથી ૩૨ ઇંચના ૧૭ હજારના એલઇડી તથા ૧૦ હજારના ફર્નિચરમાં તોડફોડ કરવામાં આવી હતી.

ફિલ્મીઢબે આતંક મચાવનારા આ શખ્સોની બઘડાટીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતાં. ડીસીપી હર્ષદ મહેતા અને પી.આઇ.  વી.એસ. વણઝારાની રાહબરીમાં પી.એસ.આઇ. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, વી.એમ. જાડેજા, હિરેનભાઇ આહિર સહિતે દોડધામ કરી એક સગીર તથા અન્ય બે આરોપી કિશન ઉર્ફ કાનો ભરતભાઇ ડોડીયા (લુહાર) (ઉ.૧૯) તેમજ દિપક શિવાભાઇ ચોૈહાણ (રજપૂત) (ઉ.૨૧) તથા એક સગીરને સકંજામાં લીધા છે. આ શખ્સોને પુનિતનગરમાં લઇ જઇ કાયદાનું ભાન કરાવાયું હતું.

બંને શખ્સોએ કાન પકડી ઉઠક-બેઠક કરી હતી અને લોકોની તથા પટેલ વેપારીની માફી માંગી હવે આવી ભુલ નહિ કરીએ તેમ કહ્યું હતું. (૧૪.૧૧)

(4:26 pm IST)