Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મોરબી રોડ બેડી પાસે ટ્રક ઉંધો વળતાં ટ્રાફિક જામઃ બે કિ.મી. સુધી વાહનોની કતાર જામી

રાજકોટઃ મોરબી રોડ બેડી નજીક સવારે સોડા પાવડર ભરેલો ટ્રક નં. જીજે૧૧ઝેડ-૯૧૬૭ અકસ્માતે ઉંધો વળી જતાં રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. લગભગ બે કિ.મી. સુધી વાહનોની કતાર જામી ગઇ હતી. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. તસ્વીરમાં ઉંધો વળી ગયા પછી ઉભો કરાયો તે ટ્રક અને અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(4:25 pm IST)