Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગંજીવાડાના મહેશ સોલંકીના ઘરમાં દરોડોઃ દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લેવાયો

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ અને કોન્સ. રામભાઇ વાંકની બાતમી

રાજકોટ તા. ૧૭: ક્રાઇમ બ્રાંચે ગંજીવાળા મહાકાળી ચોકમાં ગોવિંદભાઇની દૂકાન સામે રહેતાં મહેશ અશોકભાઇ સોલંકી (ઉ.૨૦)ને તેના ઘરમાંથી રૂ. રૂ. ૧૫૬૦૦ના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લેવાયો છે.

પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશ્નર તથા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, કોન્સ. અનીલભાઇ સોનારા, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામારો સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સમીરભાઇ અને રામભાઇને મળેલી બાતમી પરથી મહેશના ઘરમાં દરોડો પાડી ૧૨ બીસયરની બોટલ, ૨૪ લોર્ડસ બ્રાન્ડ વ્હીસ્કી અને ૪૮ બીયરના ટીન મળી કુલ રૂ. ૧૫૬૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.  (૧૪.૧૧)

(4:25 pm IST)