Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સિંધી સોશ્યલ યુવા ગ્રુપ દ્વારા રેસકોર્ષ મેદાનમાં ચેટી ચાંદ ઉજવાશે : ઢગલાબંધ કાર્યક્રમો

કાલે સમસ્ત સિંધી સમાજ વેપાર ધંધા બંધ રાખશે : બાળકો માટે રાઈડ્સ, સંગીતનો કાર્યક્રમ, સન્માન, રકતદાન અને ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન

રાજકોટ, તા. ૧૭ : સિન્ધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ સાંઈજીની જન્મજયંતિ સિંધી નવવર્ષ (ચેટીચાંદ) નિમિતે છેલ્લા ૧૯ વર્ષથી સિન્ધી સોશ્યલ ગ્રુપ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવતુ આવ્યુ છે. આ વર્ષે તા.૧૮ રવિવારે રેસકોર્ષ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

આ કાર્યક્રમનો શુભારંભ બહેનો દ્વારા સુશોભિત આરતી તેમજ જયોત પ્રાગટ્યથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રિત કરાયા છે. અન્ય કાર્યક્રમોમાં બહેનો માટે પાણીપુરી સ્પર્ધા રાખેલ છે. પ્રથમ પાંચ બહેનોને પુરસ્કૃત કરવામાં આવશે. તેમજ સરકારી સંસ્થાના ૩૫૦ જેટલા દિવ્યાંગ બાળકોને તેમજ ભાવિકો માટે મહાપ્રસાદ રાખેલ છે.

રવિવારે સમાજના તમામ વેપારીઓ રોજગાર વેપાર બંધ રાખી ઉત્સાહપૂર્વક જોડાશે તેમજ એકમેકને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવશે. યુવાધન ડીજેના સથવારે માહોલ ગજાવશે તેમજ ભકિતમય સંગીતથી વાતાવરણ ભકિતમય બનાવવામાં આવશે. બાળકો બાળનગરીમાં ૧૫ થી ૨૦ રાઈડ્સના આનંદના મહાસાગરમાં ડુબાડી લગાડશે. સાથોસાથ સમાજ સેવાના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ફ્રી થેલેસેમીયા ટેસ્ટ પણ કરી આપવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સુનિલભાઈ ટેકવાણી, ઉપપ્રમુખ હરેશભાઈ વાઘવાણી, મંત્રી રાજુભાઈ દરીયાનાણી, ખજાનચી રાજુભાઈ ઉધાણી, સહખજાનચી જીતુભાઈ ગોપલાણી, સહમંત્રી પરેશભાઈ મુલવાણી તેમજ કારોબારી સભ્યો શંકરભાઈ વસીયાણી, મહેન્દ્રભાઈ વાઘવાણી, હરેશભાઈ ભારાણી, રજનીશ ટોપનદાસાણી, રાજેશભાઈ પોપટાણી, સનોુભાઈ આહુજા, ચંદ્રેશભાઈ ટેકવાણી, દિનેશભાઈ જગવાણી, ચંદ્રેશભાઈ લોંગાણી, ખેમચંદભાઈ થાવરાણી, મુકેશભાઈ ગોપલાણી, મહેશભાઈ વધીયા, રાજેશભાઈ બ્રીજલાણી, વિજયભાઈ વસદાણી, નરેશભાઈ ભગતાણી, જીતુભાઈ રોય, રમેશભાઈ મામતાણી, વિજયભાઈ કુકરેજા, ગૌતમભાઈ આસુદાણી, સતીષભાઈ કરમચંદાણી, સંતોષભાઈ લાખાણી જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

(4:24 pm IST)