Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પસંદગીના નંબર માટે ફોર વ્હીલ ધારકોએ લાખો ખર્ચ્યાઃ ૧ નંબરના ૪.ર૧ લાખ ઉપજયા!

પ નંબરના ૧.૦પ લાખ, ૯૯૯૯ના ૧.૮૦ લાખ તથા ૯ નંબરના ૯પ હજાર ઉપજયાઃ આરટીઓને લાખોની તગડી કમાણી

રાજકોટ, તા., ૧૭: આરટીઓ દ્વારા ફોર વ્હીલ વાહનો માટે શરૂ કરાયેલ નવી સીરીઝ જીજે-૦૩-કેએચની સીરીઝમાં પસંદગીના નંબરો મેળવવા માટે ફોર વ્હીલ ધારકોએ લાખો રૂપીયા ખર્ચ્યા હતા અને આરટીઓ કચેરીને લાખો રૂપીયાની તગડી કમાણી થઇ હતી.

આરટીઓ કચેરીઓ દ્વારા પસંદગીના નંબરો માટે ટેન્ડર પધ્ધતી અમલમાં મુકાઇ છે. આ ટેન્ડર પધ્ધતી મુજબ જે વાહન ચાલકોએ પસંદગીના નંબર માટે સૌથી ઉંચા ભાવ ભર્યા હોય તે નંબર ફાળવાય છે. જીજે-૦૩-કેએચ ફોર વ્હીલની નવી સીરીઝમાં ૦૦૦૧ નંબર માટે ૪.ર૧ લાખ આરટીઓને મળ્યા હતા. જયારે ૦૦૦પ માટે ૧.૦પ લાખ,  ૦૦૦૯ નંબર માટે ૯પ હજાર, ૧૧૧૧ નંબર માટે ૧.ર૧ લાખ  અને   ૯૯૯૯ નંબર માટે  ૧.૮૦ લાખ ઉપજયા હતા.

જયારે અન્ય પસંદગીના નંબરોમાં ૦૦૦૭  નંબર માટે ૮૧ હજાર, ૦૦૪૫ નંબર માટે ૧૧ હજાર, ૦૦૪૭ નંબર માટે ર૧ હજાર, ૦૦પર નંબર માટે ૧૭ હજાર,  ૦૦૯ર નંબર માટે ૧૩ હજાર તથા ૦૦૯૯ નંબર માટે ૩પ હજાર ઉપજયા હતા.

પસંદગીના નંબરો મેળવવાની વાહન ધારકોની સ્પર્ધામાં આરટીઓ કચેરીને લાખો રૂપીયાની કમાણી થઇ રહી છે. (૪.૨૧)

(4:23 pm IST)